Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Gujarat High Court: બાળપણના નંગુપુંગુ ફોટાને ગૂગલે ગણાવ્યો પોર્ન, બંધ કર્યું યુવકનું અકાઉન્ટ ને પછી...

Gujarat High Court: બાળપણના નંગુપુંગુ ફોટાને ગૂગલે ગણાવ્યો પોર્ન, બંધ કર્યું યુવકનું અકાઉન્ટ ને પછી...

18 March, 2024 02:20 PM IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Gujarat High Court: ડ્રાઇવ પર એક વ્યક્તિએ પોતાના બાળપણનો નગ્ન ફોટો અપલોડ કર્યો હતો. જેને ગૂગલે ચાઇલ્ડ પોર્ન માનીને યુઝરના એકાઉન્ટને બ્લોક જ કરી દીધું હતું.

ગુજરાત કોર્ટની ફાઇલ તસવીર

ગુજરાત કોર્ટની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલી હતી
  2. બાળપણના નગ્ન ફોટાને ગૂગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આ ચાઈલ્ડ પોર્ન ગણાવ્યો
  3. નીલ શુક્લાએ ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો પણ સંપર્ક કર્યો હતો

તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) એક એવી બાબતને લઈને કેસ બનાવ્યો હતો કે જેને જાણીને તમે પણ હસવું રોકી નહીં શકો. તમને જણાવી દઈએ કે આ કેસને લઈને ગૂગલને પણ નોટિસ ફટકારી છે. 

ગૂગલે બાળવયના ફોટાને ચાઇલ્ડ પોર્ન ગણાવી અકાઉન્ટ બ્લોક કર્યું 



વાત એમ છે કે ડ્રાઇવ પર એક વ્યક્તિએ પોતાના બાળપણનો ફોટો અપલોડ કર્યો હતો. આ ફોટાને ગૂગલે ચાઇલ્ડ પોર્ન તરીકે માનીને જે તે યુઝરના એકાઉન્ટને બ્લોક જ કરી દીધું હતું. જ્યારે પોતાનું એકાઉન્ટ બ્લોક થયાનું જાણીને જે તે યુઝરે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે કોર્ટે (Gujarat High Court) ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલી હતી. 


એવું શું હતું એ ફોટામાં કે ગૂગલને પડ્યો વાંધો

Gujarat High Court: વાત એમ છે કે 24 વર્ષના એન્જિનિયર નીલ શુક્લાનો આ ફોટો છે. નીલે ગૂગલ ડ્રાઈવ પર મૂકેલો ફોટો તેના બાળપણનો હતો. આ ફોટો ત્યારનો છે કે જ્યારે તે માત્ર 2 જ વર્ષનો હતો. આ ફોટામાં તેના દાદી તેને નવડાવી રહ્યાં હતાં. આ જ કારણોસર આ ફોટામાં નીલ નાગો પૂગો દેખાઈ રહ્યો છે. પણ આ ફોટાને ગૂગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આ ચાઈલ્ડ પોર્ન ગણાવી દીધો હતો. અને નીલનું એકાઉન્ટ બ્લોક કરાવી દેવામાં આવ્યું હતું. 


ક્યારે આ ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો?

તમને જણાવી દઈએ કે યુઝર નીલે ગયા વર્ષે એપ્રિલમાં ગૂગલ ડ્રાઇવ પર તેના ફોટા અપલોડ કર્યા હતા. ત્યારથી તેના આ બાળપણનો ફોટો ગૂગલ ડ્રાઈવમાં રહ્યો હતો.

નીલે પોતાનું બોલક થયેલું અકાઉન્ટ રિકવર કરવાના પણ કર્યા પ્રયત્નો 

ચાઇલ્ડ પોર્ન ફોટો ગણીને નીલના એકાઉન્ટને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. એકાઉન્ટ બ્લોક થવાને કારણે ઈમેલ ઓપન થઈ રહ્યાં નહોતા અને તેને કારણે તેના બિઝનેસને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. માટે જ નીલને પોતાનું એકાઉન્ટ રિકવર કરવાની ફરજ પડી. તેને પોતાનું એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે ગૂગલનો સંપર્ક કર્યો પરંતુ ગૂગલે તેને સીધી જ ના પાડી દીધી. જે બાદ નીલે હાઈકોર્ટ (Gujarat High Court)માં આ બાબતને લઈને અરજી કરી હતી.

કોઈએ ન સાંભળી યુઝરની વાત

નીલ શુક્લાએ ગૂગલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ગુગલની ફેસલેસ ફરિયાદ નિવારણ માટેની તેમની અપીલ જાણે નિષ્ફળ ગઈ. ત્યારબાદ નીલ શુક્લાએ ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો પણ સંપર્ક કર્યો હતો. જે ભારતમાં આવા કેસો માટે નોડલ એજન્સી છે. પરંતુ શુક્લાએ કહ્યું કે અધિકારીઓ કૉઈ જ જવાબ આપી રહ્યા નથી. હવે તેઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2024 02:20 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK