Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાધ્વીરૂપે રેકૉર્ડબ્રેક અખંડ ૧૦૦૮ દિવસ આયંબિલ તપ કરનારાં પરમ સૌમ્યાજી મહાસતીજીને વર્લ્ડ રેકૉર્ડ એનાયત

સાધ્વીરૂપે રેકૉર્ડબ્રેક અખંડ ૧૦૦૮ દિવસ આયંબિલ તપ કરનારાં પરમ સૌમ્યાજી મહાસતીજીને વર્લ્ડ રેકૉર્ડ એનાયત

29 April, 2024 08:39 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોંડલ સંપ્રદાયના પ્રવીણ કોઠારી, હરેશ વોરા, ચંદ્રકાંત શેઠ, સુરેશ કામદાર, જિજ્ઞેશ વોરા તથા માનસી પરાગ શાહના હસ્તે મહાતપસ્વી મહાસતીજીને શાલ અર્પણ કરીને તેમની તપસાધનાને સન્માનિત કરવામાં આવી હતી. 

મહાતપસ્વી સાધ્વીરત્નાને વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેટ એનાયત થયાની તસવીર

મહાતપસ્વી સાધ્વીરત્નાને વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેટ એનાયત થયાની તસવીર


અખંડ ૧૦૦૮ આયંબિલ તપની ઉગ્ર આરાધના કરનારાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીનાં પારણાંનો અવસર, મહાતપોત્સવ વિલે પાર્લેસ્થિત માલિનીબેન કિશોરકાંત સંઘવી, ઋતંભરા કૅમ્પસ ખાતે યોજાયો હતો.શ્રી વિલે પાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે સંતો, ૭૦થી વધુ સાધ્વીવૃંદ, ભારતના ખૂણે-ખૂણેથી પધારેલા શ્રી સંઘ શ્રેષ્ઠિવર્યો, રાજકીય મહાનુભાવો, હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તેમ જ લાઇવના માધ્યમે સમગ્ર ભારતના તેમ જ વિદેશનાં ૧૭૦થી વધુ ક્ષેત્રોના મળીને લાખો ભાવિકોની સાક્ષીએ યોજાયેલો આ મહોત્સવ સૌને નતમસ્તક કરી ગયો હતો.

ડુંગર દરબારના શામિયાનામાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં સાધ્વીજીઓ દ્વારા ડોલીમાં બિરાજમાન કરીને મહાતપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીનાં વધામણાં કર્યા બાદ ઉપસ્થિત સૌનાં હૃદયમાંથી ઉદ્ભવતી અહોભાવના વચ્ચે લાખો ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલી સાકરના જળના મહાપાત્રમાંથી સંઘપતિ શ્રી અર્હન મનન પરાગ શાહના હસ્તે સૌપ્રથમ મહાતપસ્વી મહાસતીજીને સાકરજળ વ્હોરાવવામાં આવતાં હર્ષ છવાયો હતો. ગોંડલ સંપ્રદાયના પ્રવીણ કોઠારી, હરેશ વોરા, ચંદ્રકાંત શેઠ, સુરેશ કામદાર, જિજ્ઞેશ વોરા તથા માનસી પરાગ શાહના હસ્તે મહાતપસ્વી મહાસતીજીને શાલ અર્પણ કરીને તેમની તપસાધનાને સન્માનિત કરવામાં આવી હતી. 




વિશેષમાં સમગ્ર સ્થાનકવાસી સમાજના ઇતિહાસમાં પ્રથમ વાર ૧૦૦૮ આયંબિલ તપની આરાધના કરીને એક વંદનીય વિક્રમ સર્જનારાં મહાતપસ્વી સાધ્વીરત્નાને વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK