અમદાવાદ પોલીસની સલાહ, બાઈકના સાઈલેન્સર પાસે ક્યારેય ન રાખશો બેગ
સાયલેન્સર પાસે બેગ રાખવું નિવડી શકે છે જોખમકારક
વાહનના સાયલેન્સર પાસે બેગ રાખવું કેટલું ખતરનાક હોઈ શકે છે તેનો કિસ્સો યૂપીમાં સામે આવ્યો. રવિવારે યૂપીના ઈટાવામાં એક પરિવાર બાઈક પર જઈ રહ્યું હતું ત્યારે તેમાં લટકાવેલી બેગમાં આગ લાગી ગઈ અને બાઈક પર જઈ રહેલા પરિવારને તેનો જરા પણ અંદાજ નહોતો.
બાઈકમાં બાંધેલા સામાનમાં લાગેલી આગ ત્યાંથી પસાર થઈ રહેલી પોલીસ વાનના ધ્યાનમાં આવી અને તેમણે ચાર કિલોમીટર સુધી બાઈકનો પીછો કરી તેને રોકાવી અને બાઈક સવાર દંપતિને નીચે ઉતારીને આગને બુઝાવી.
#इटावा-PRV1617 आज 108 km से 112 की तरफ जा रही थी तभी एक बाइक सवार ने तेजी से क्रॉस किया जिसके पीछे बंधे बैग में आग लगी दिखाई दी जो तेजी से बढ़ रही थी,बिना कोई देर किए उस बाइक का 4 km पीछाकर रुकवा,बाइक सवार दंपत्ति को नीचे उतारकर आग बुझाया @Uppolice @UPGovt #SaveLife #HappyToServe pic.twitter.com/T2d6JiVGk7
— UP100 (@up100) April 14, 2019
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત
અમદાવાદ પોલીસે કર્યું ટ્વીટ
ઉત્તર પ્રદેશની આ ઘટના અમદાવાદ પોલીસે ટ્વીટ કરી છે અને વાહન ચાલકોને સલાહ આપી છે કે, ક્યારેય બાઈકના એક્ઝોસ્ટની નજીક તમારી સામાનની બેગ ન મુકશો. તમારી બેગ બળી શકે છે.
ક્યારેય બાઇક એક્સહૌસ્ટની નજીક તમારી સામાનની બેગ ન મૂકશો. એક્ઝોસ્ટથી ગરમ હવા તમારી બેગ બાળી શકે છે અને આગ લાગી શકે છે. કૃપા કરીને તમારી બાઇકને સુરક્ષિત રીતે અને કાળજીપૂર્વક ચલાવો. #BikeSafety @up100 @uppolice pic.twitter.com/r53MzoBhFR
— Ahmedabad Police (@AhmedabadPolice) April 15, 2019