Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > મેમો બતાવો અને હેલ્મેટ પર મેળવો ડિસ્કાઉન્ટઃ અમદાવાદ પોલીસની સ્કીમ

મેમો બતાવો અને હેલ્મેટ પર મેળવો ડિસ્કાઉન્ટઃ અમદાવાદ પોલીસની સ્કીમ

06 February, 2019 12:25 PM IST |

મેમો બતાવો અને હેલ્મેટ પર મેળવો ડિસ્કાઉન્ટઃ અમદાવાદ પોલીસની સ્કીમ

અમદાવાદ શહેર પોલીસની ટ્રાફિકની અનોખી ડ્રાઈવ

અમદાવાદ શહેર પોલીસની ટ્રાફિકની અનોખી ડ્રાઈવ


અમદાવાદીઓને અકસ્માતથી બચાવવા અને સુરક્ષિત કરવા માટે અમદાવાદ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રયાસ કરી રહી છે. જેના માટે ટ્રાફિક પોલીસના જવાનોએ તેમના બેન્ડ સાથે સરઘસ પણ કાઢ્યું અને લોકોને સંદેશો આપ્યો.

ahmedabad traffic police driveઅમદાવાદ ટ્રાફિક પોલીસે કાઢ્યું સરઘસ





મેમો બતાવો, હેલ્મેટ પર ડિસ્કાઉન્ટ મેળવો
અમદાવાદ ટ્રાફિક પોલીસે લોકોને હેલમેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવા અનોખી ઑફર પણ આપી છે. જો તમે હેલમેટ પહેર્યા વગર પકડાશો અને તમને મેમો મળશે તો અને તે મેમો લઈને તમે હેલમેટ લેવા જશો તો તેમને ડિસ્કાઉન્ટ મળશે. ટ્રાફિક પોલીસ હેલમેટ ન પહેરીને આવતા લોકોને હેલમેટના ફાયદા સમજાવે છે. અને તેમને મેમો આપે છે. આ મેમો અમદાવાદની કેટલીક દુકાનોમાં બતાવવાથી હેલમેટ પર ડિસ્કાઉન્ટ મળશે.


ahmedabad traffic police driveપોલીસે સમજાવ્યું હેલમેટનું મહત્વ

આ પણ વાંચોઃ ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ફરશે BJPના રથ


ગાંધીગીરીથી ટ્રાફિક પોલીસે સમજાવ્યા નિયમો

ahmedabad traffic police driveગાંધીગીરીથી સમજાવ્યા નિયમો


પોલીસે લોકોને હેલમેટના ફાયદા સમજાવવા માટે રસ્તા પર લોકોને એકઠા કરી નિર્દેશન પણ કર્યું. સાથે જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નાગરિકોને ફૂલ આપી ગાંધીગીરી પણ બતાવી. પોલીસનો પ્રયાસ છે કે લોકો હેલમેટ પહેરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેથી અકસ્માત થતા અટકાવી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 12:25 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK