Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ફરશે BJPના રથ

ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ફરશે BJPના રથ

06 February, 2019 08:16 AM IST |
શૈલેષ નાયક

ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા ગુજરાતની ૨૬ લોકસભા બેઠકો પર ફરશે BJPના રથ

BJPનો રથ

BJPનો રથ


લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરો તૈયાર કરવા માટે આ વખતે BJPએ અનોખી તરકીબ અજમાવી છે અને દેશની જનતા પાસેથી સૂચનો મગાવીને એમાંથી સ્ક્રૂટિની કરીને BJP એનો ચૂંટણીઢંઢેરો જાહેર કરશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ ગઈ કાલે અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર આવેલા BJPના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો માટે ૨૬ રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું.



ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ વિશેની વિગતો આપતાં કહ્યું હતું કે ‘જનતા જે ઇચ્છે છે એ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવા માગે છે. પબ્લિક પાસેથી સૂચનો મેળવવામાં આવશે અને નરેન્દ્રભાઈ મોદીને સૂચનો મળશે અને એમાંથી ભવિષ્યના ભારતનો સંકલ્પપત્ર BJP જાહેર કરશે.’


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવીનતમ વિચાર સાથે જનજનના મનની વાત જાણી એ મુજબનો સંકલ્પપત્ર તૈયાર કરવાના વિચાર સાથે દેશના યુવાનો, મહિલાઓ, દલિતો, આદિવાસીઓ, ખેડૂતો, વેપારીઓ જેવા અલગ-અલગ વિષયો પર દેશની પ્રજા ભવિષ્યમાં કયા પ્રકારના બદલાવ ઇચ્છે છે એ માટેનાં સૂચનો મેળવી એના આધારે સંકલ્પપત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 14 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી આવશે ગુજરાત, લાલડુંગરીથી કરશે પ્રચારની શરૂઆત


ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ જિતુ

વાઘાણીએ ગઈ કાલે અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર આવેલા BJPના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ‘ભારત કે મન કી બાત મોદી કે સાથ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાતની ૨૬ લોકસભાની બેઠકો માટે ૨૬ રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

06 February, 2019 08:16 AM IST | | શૈલેષ નાયક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK