Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક પ્લેટ પાણીપૂરીના ૩૩૩ રૂપિયા!

એક પ્લેટ પાણીપૂરીના ૩૩૩ રૂપિયા!

01 May, 2024 08:16 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ઍરપોર્ટ પર આ પાણીપૂરીપ્રેમીને જોરદાર ઝાટકો લાગ્યો

પાણીપુરીની તસવીર

લાઇફ મસાલા

પાણીપુરીની તસવીર


પાણીપૂરીના શોખીનો કોઈ પણ જગ્યાએ તેમનું કમ્ફર્ટ ફૂડ શોધી જ લે છે, પણ ક્યારેક એના ભાવ તેમને બિલકુલ પચે નહીં એવું પણ થઈ શકે છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર એક ઑન્ટ્રપ્રનર ભાઈને પાણીપૂરીનો સ્વાદ એટલો મોંઘો પડ્યો હતો કે તેમને આ વાત શૅર કરવા સોશ્યલ મીડિયા પર આવવું પડ્યું હતું. શુગર કૉસ્મેટિક્સના કો-ફાઉન્ડર કૌશિક મુખરજીએ લખ્યું કે મુંબઈ ઍરપોર્ટ પર ફૂડ-સ્ટૉલ માટે રિયલ એસ્ટેટ મોંઘું છે, પણ આટલું મોંઘું હશે એની મને ખબર નહોતી. તેમણે શૅર કરેલા ફોટોમાં ૮ પીસ સાથેની પાણીપૂરી, દહીંપૂરી અને સેવપૂરીના એક પ્લેટના ભાવ ૩૩૩ રૂપિયા લખ્યા હતા. આ ભાવ સાંભળીને ઘણા પાણીપૂરી-લવર્સને આંચકો લાગ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK