Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચીનમાં બિલાડીએ રમત-રમતમાં ઘરને આગ લગાડી દીધી

ચીનમાં બિલાડીએ રમત-રમતમાં ઘરને આગ લગાડી દીધી

01 May, 2024 08:56 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એના માલિકને ૧૧ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ચીનમાં એક પાળેલી બિલાડીએ ઊછળકૂદ કરવામાં ઘરને આગ લગાડી દીધી હતી અને એને લીધે એના માલિકને ૧૧ લાખથી વધુ રૂપિયાનું નુકસાન થયું હતું. ડેન્ડન નામની મહિલાને તેના ઘરમાં આગ લાગી છે એવો ફોન આવ્યો હતો. મહિલા ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે આને માટે તેની કૅટ જ જવાબદાર છે. જિંગોડિયાઓ નામની આ બિલાડી કિચનમાં રમતી હતી એ દરમ્યાન તેણે ઇન્ડક્શન કુકરની ટચ પૅનલ પર પગ મૂકી દીધો જેથી કુકર ચાલુ થઈ ગયું અને ઘરનો આખો ફર્સ્ટ ફ્લોર બળી ગયો હતો. ફાયર-ફાઇટર્સને આ બિલ્લી ઉપરના માળે એક કૅબિનેટમાંથી મળી આવી હતી. એ પોતે રાખથી ભરાઈ ગઈ હતી, પણ તેને કશી ઈજા નહોતી થઈ. ડેન્ડને પછી રમૂજમાં તેના સોશ્યલ મીડિયા પેજ પર એક માફીપત્ર લખ્યું હતું જેમાં તેની સાઇન અને બિલાડીના પંજાનાં નિશાન હતાં. તેણે કહ્યું કે આમ તો એ મારી જ ભૂલ હતી કે હું કુકરની પાવર સ્વિચ બંધ કરવાનું ભૂલી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK