સ્ટીવ જૉબ્સની સહીવાળી ફ્લૉપી ડિસ્ક વેચાવા નીકળી છે, કિંમત છે ૫.૩૫ લાખ

Published: 28th November, 2019 08:54 IST | Mumbai

એક ફ્લૉપી ડિસ્ક લાખોના ભાવે વેચાવા નીકળી છે. એનું કારણ છે કે એની પર ઍપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સની સહી કરેલી છે.

તમે ખરીદશો આ ફ્લોપી ડિસ્ક
તમે ખરીદશો આ ફ્લોપી ડિસ્ક

આજની યંગ જનરેશને તો કદાચ ફ્લૉપી ડિસ્ક જોઈ જ નહીં હોય, પણ એક સમય હતો કે જ્યારે ડેટા ટ્રાન્સફર માટે એ બહુ જ મહત્ત્વનું, હાથવગું અને સસ્તું માધ્યમ હતું. હવે તો એનું લગભગ કોઈ જ મહત્ત્વ નથી રહ્યું, પરંતુ એક ફ્લૉપી ડિસ્ક લાખોના ભાવે વેચાવા નીકળી છે. એનું કારણ છે કે એની પર ઍપલના ફાઉન્ડર સ્ટીવ જૉબ્સની સહી કરેલી છે. આરઆર ઑક્શનમાં આવી સિગ્નેચરવાળી ફ્લૉપીડિસ્ક વેચાવા મુકાઈ છે જેની કિંમત અંદાજે ૭૫૦૦ ડૉલર એટલે કે લગભગ ૫.૩૫ લાખ રૂપિયા આંકી છે. આ ડિસ્ક મેકિન્ટોશ સિસ્ટમ ટૂલ્સ વર્ઝન ૬.૦ની કૉપી છે જેની પર બ્લૅક પેનથી સ્ટીવ જૉબ્સે સિગ્નેચર કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK