માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ લોગો (Microblogging Platform Twitter Gets A New Name X) અને URL બધું જ બદલાઈ ગયું છે. અમેરિકન અબજોપતિ એલોન મસ્ક, જેમણે ગયા વર્ષે તેને ખરીદ્યું હતું
ઇલોન મસ્કનું ટ્વિટર એકાઉન્ટ
માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરનું નામ લોગો (Microblogging Platform Twitter Gets A New Name X) અને URL બધું જ બદલાઈ ગયું છે. અમેરિકન અબજોપતિ એલોન મસ્ક, જેમણે ગયા વર્ષે તેને ખરીદ્યું હતું. ઇલોન મસ્કે સૌથી મોટા ફેરફાર કરી જૂના ટ્વિટરને દૂર કરીને નવું X રજૂ કર્યું છે. હવે ટ્વિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું છે અને વાદળી ચકલીના લોગોની જગ્યાએ Xનો લોગો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં હવે પ્લેટફોર્મની નવી URL પણ બદલીને x.com કરવામાં આવી છે. આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા છે.
ટ્વિટર (Twitter)ના સીઈઓ લિન્ડા યાકારિનોએ પોતે આ ફેરફારની જાણકારી આપી છે અને મસ્કના દાવાની પુષ્ટિ કરી છે. ઇલોન મસ્ક (Elon Musk) પહેલાથી જ સંકેત આપી ચૂક્યા છે કે તેઓ ટ્વિટરમાં ઘણા ફેરફાર કરીને યુઝર્સને સંપૂર્ણપણે નવો અનુભવ આપશે અને તેમણે ઘણા ફેરફારો પણ કર્યા હતા, પરંતુ હવે તેમની તરફથી સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે. પ્લેટફોર્મની ઓળખને સંપૂર્ણપણે બદલવા પાછળનું કારણ એ છે કે મસ્ક ટ્વિટર નામ સાથે આગળ વધવા માગતો નથી. આ ફેરફારને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
ADVERTISEMENT
શું તમે નવો ફેરફાર જોયો?
મસ્કે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ટ્વિટરમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તે ધીમે-ધીમે તમામ માર્કેટમાં યુઝર્સને જોવા મળશે અને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. ટ્વિટર (Twitter)ના ઑફિશિયલ એકાઉન્ટના નામથી લઈને પ્રોફાઈલ ફોટો બદલાઈ ગયો છે. જોકે, તેનું હેન્ડલ હજુ પણ ‘twitter’ છે. આ ઉપરાંત જ્યારે તેઓ x.comની મુલાકાત લે છે, ત્યારે યુઝર્સને હવે ટ્વિટર પર રિડિરેક્ટ કરવામાં આવી રહ્યા છે.
થ્રેડ્સને સ્પર્ધા
માર્ક ઝકરબર્ગના સોશિયલ મીડિયા મેટાએ તાજેતરમાં થ્રેડ્સ બાય ઇન્સ્ટાગ્રામ એપ લોન્ચ કરી છે, જેનો કૉન્સેપ્ટ ટ્વિટર (Twitter) જેવો જ છે. તેને ટ્વિટરના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને મસ્ક પોતે થ્રેડ્સ લોન્ચથી ખુશ નથી. થ્રેડ્સ સૌથી ઝડપથી વિકસતી સોશિયલ મીડિયા એપ બની ગઈ છે, જેણે ટૂંક સમયમાં જ 10 મિલિયનથી વધુ યુઝર્સ એકત્રિત કર્યા છે.
ટ્વિટરનો લોગો અગાઉ પણ બદલાયો હતો
એલોન મસ્કએ ગયા વર્ષે ટ્વિટર ખરીદ્યા બાદ પણ ઘણા મોટા ફેરફારો કર્યા છે અને યુઝર્સને બ્લુ ટિક માટે માસિક સબ્સ્ક્રિપ્શન લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. અગાઉ, મસ્કે મજાકમાં ડોજીકોઇન ક્રિપ્ટો ટોકનનો લોગો શિબા ઇનુ ડૉગ મીમને, ટ્વિટરનો લોગો બનાવ્યો હતો. મસ્ક ટ્વિટર પર દરરોજ આવા ફેરફારો કરી રહ્યા છે, જે હેડલાઇન્સ બનાવે છે. X નવી ઓળખ સાથે ઇલોન મસ્ક પોતાને સાબિત કરી શકે છે કે કેમ તે જોવાનું બાકી છે.

