ઑપરેશન સિંદૂરને વિશ્વનું સમર્થન મળ્યું, પણ કૉન્ગ્રેસનું સમર્થન ન મળ્યું; વિપક્ષ પાકિસ્તાનના પ્રપંચનો પ્રવક્તા બની ગયો છે; દુનિયાના કોઈ નેતાએ ભારતને ઑપરેશન અટકાવવા નથી કહ્યું
નરેન્દ્ર મોદી
૨૨ એપ્રિલના હુમલાનો બદલો આપણે ૨૨ મિનિટમાં લઈ લીધો. આપણે પાકિસ્તાનની છાતી પર એવો પ્રહાર કર્યો કે આજે પણ એનાં કેટલાંય ઍરપોર્ટ ICUમાં પડ્યાં છે.
જ્યારે ઍર-સ્ટ્રાઇક કરી ત્યારે પણ લક્ષ્ય નક્કી હતું, સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ લક્ષ્ય નક્કી હતું અને ઑપરેશન સિંદૂરમાં પણ પહેલાંથી જ આપણું લક્ષ્ય નક્કી હતું. પહલગામના આતંકવાદીઓને જ્યાં ટ્રેઇનિંગ મળી, તેમને જ્યાં ફન્ડિંગ મળ્યું, જ્યાં તેમને તૈયાર કરવામાં આવ્યા એ સ્થળોને આપણે નિશાન બનાવ્યાં. એ સ્થળો આતંકવાદીઓની નાભિ હતાં. આપણે ત્યાં પ્રહાર કર્યો. આતંકના આકાઓ, તેમના અડ્ડાઓને આપણે તબાહ કર્યા અને જ્યારે એ કામ પૂરું થઈ ગયું એટલે ડંકાની ચોટ પર ફરી કહું છું... તેમના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સનો ફોન આવ્યો કે બહુ માર્યા, હવે માર ખાવાની તાકાત નથી, હુમલા રોકી દો.
ADVERTISEMENT
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ મને ફોન પર કહ્યું કે પાકિસ્તાન મોટો હુમલો કરવાનું છે. મેં કહ્યું પાકિસ્તાનને એ બહુ મોંઘો પડશે, અમે વધુ મોટો હુમલો કરીશું. મેં કહ્યું હતું કે અમે ગોળીનો જવાબ ગોળાથી આપીશું.
ઑપરેશન સિંદૂર હજી ચાલુ ઃ પાકિસ્તાને દુઃસાહસ કર્યું તો જડબાતોડ જવાબ મળશે.
કૉન્ગ્રેસે પાકિસ્તાનના મુદ્દા ઇમ્પોર્ટ કરવા પડે છે. નૅરેટિવ વૉર ચાલી રહી છે એમાં વિપક્ષ પાકિસ્તાનના પ્રપંચનો પ્રવક્તા બની રહ્યો છે.
૯ મેએ પાકિસ્તાને ૧૦૦૦ જેટલાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો, પણ સેનાએ બહાદુરીપૂર્વક એને નિષ્ફળ બનાવ્યો.
તમારા નેતા ઑપરેશન સિંદૂરને તમાશો કહે છે. પહલગામના આતંકવાદીઓને કાલે જ કેમ માર્યા એવું હસીને પૂછે છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે, शस्त्रेण रक्षिते राष्ट्रे, शास्त्र चर्चा प्रवर्तके. એટલે કે શસ્ત્રોથી જ રાષ્ટ્ર સુરક્ષિત રહે છે અને ત્યાં શાસ્ત્રની ચર્ચા પ્રવર્તે છે.
કૉન્ગ્રેસના સમયમાં દેશના ડિફેન્સ સેક્ટરનો વિકાસ નહોતો થવા દીધો, વિદેશો પર નિર્ભર હતા.
આ એક દાયકામાં ડિફેન્સ બજેટ ત્રણ ગણું વધ્યું, ડિફેન્સ પ્રોડક્શન ૨૫૦ ટકા વધ્યું, ડિફેન્સ એક્સપોર્ટ ૩૦ ગણો વધ્યો.
સમૃદ્ધિ અને શાંતિનો માર્ગ શક્તિથી જ સંભવ બને છે.
લમ્હોં ને ખતા કી, સદિયોં ને સઝા પાયી – Pok પાછું કેમ ન લીધું એમ પૂછનારા પહેલાં એનો જવાબ આપે કે Pok જવા કેમ દીધું?
ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી સાથોસાથ નહીં વહે.
તુષ્ટીકરણની રાજનીતિને લીધે કૉન્ગ્રેસે આતંકવાદને દેશમાં
ફૂલવા-ફાલવા દીધો, 26/11 પછી એ હિન્દુ આતંકવાદ સિદ્ધ કરવામાં લાગી હતી.


