ટ્વિટર પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. દાવા પ્રમાણે આ પોસ્ટ એક છોકરીની છે, જેમાં તે કન્ફેશન કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 29 વર્ષની આ છોકરી બી કૉમ ગ્રેજ્યુએટ છે. હાલ તે કામ નથી કરી રહી.
પ્રતીકાત્મક તસવીર
ટ્વિટર પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. દાવા પ્રમાણે આ પોસ્ટ એક છોકરીની છે, જેમાં તે કન્ફેશન કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 29 વર્ષની આ છોકરી બી કૉમ ગ્રેજ્યુએટ છે. હાલ તે કામ નથી કરી રહી.
ટ્વિટર (Twitter) પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. દાવા પ્રમાણે આ પોસ્ટ એક છોકરીની છે, જેમાં તે કન્ફેસ કરી રહી છે. કહેવામાં આવ્યું છે કે 29 વર્ષની આ છોકરી એક બી કૉમ ગ્રેજ્યુએટ છે. હાલ તે કામ નથી કરી રહી અને મેટ્રિમોનિયલ સાઈટ પર તે 14 છોકરાઓ સાથે વાત કરી રહી છે. એટલું જ નહીં, તે બધા એટલે કે 14 છોકરાઓનું લિસ્ટ તેમના ક્વૉલિફિકેશન અને વાર્ષિક આવક પણ શૅર કરી છે. છોકરીએ ટ્વિટર પર તેણે લોકોને પૂછ્યું છે કે તેને 14 છોકરાઓમાંથી કોની સાથે લગ્ન કરવા જોઈએ?
ADVERTISEMENT
મળ્યા રસપ્રદ જવાબ
છોકરીને ટ્વિટર પર એકથી ચડિયાતા એક એવા રસપ્રદ જવાબ મળી રહ્યા છે. છોકરીના લિસ્ટમાં સામેલ 14 પુરુષોમાં 14 લાખથી લઈને 45 લાખ વાર્ષિક આવકવાળા છોકરાઓ સામેલ છે. છોકરીએ આ બધાની ઊંમર, કંપની અને હાલ તેઓ જે શહેરમાં રહે છે તેના નામ પણ જણાવ્યા છે. એટલું જ નહીં, છોકરીએ પુરુષોના બાલ્ડ હોવાની અને તેમની લંબાઈ વિશે પણ ચર્ચા કરી છે. એક ટ્વિટર યૂઝર્સે લખ્યું છે કે અરેન્જ મેરેજ ખૂબ જ અપમાનજનક પ્રૉસેસ હોય છે. ભલે છોકરીના લગ્ન હોય કે છોકરાના.
મળી રહી છે આવી સલાહ
આ વાયરલ પોસ્ટમાં એક ટ્વિટર યૂઝરે તેને સલાહ આપતા લખ્યું છે કે 29 વર્ષની જૉબલેસ બીકૉમ છોકરી માટે 30 કે 20 લાખ રૂપિયા વાર્ષિક સેલરીવાળો છોકરો યોગ્ય રહેશે. તેણે આગળ લખ્યું છે કે 45 લાખ વાર્ષિક આવક ધરાવતો એક છોકરો આવી છોકરી સાથે શું કામ લગ્ન કરશે? તો, અન્ય એકે લખ્યું કે પ્રાઈમ ઊંમર પસાર થઈ ગયા બાદ પણ આ છોકરી પાસે અનેક ઑપ્શન્સ છે. આ બતાવે છે કે લગ્નના માર્કેટમાં છોકરીઓ પ્રત્યે કેવા પ્રકારના લોકોનો ઝુકાવ છે. તો, કેટલાક ટ્વિટર યૂઝર્સે આના ફેક હોવાની પણ શક્યતા દર્શાવી છે.
લગ્ન કરવા આજના એડવાન્સ જમાનામાં ખૂબ જ કૉમ્પ્લિકેટેડ બને છે. તાજેતરમાં જ એક મહિલાએ લગ્ન માટે એક અનોખી રીત અપનાવી છે. હકીકતે ટ્વિટર પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં મહિલાએ એક શૉકિંગ કન્ફેશન કર્યું છે. મહિલાનું કહેવું છે કે તે મેટ્રિમોનિયલ સાઈટ પર પુરુષોનું એક લિસ્ટ તૈયાર કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે આ લિસ્ટમાં 14 છોકરા છે જેમની સાથે તે હાલ મેટ્રિમોનિયલ સાઈટ પર વાત કરી રહી છે. આ બધા છોકરાઓનું તે લગ્ન પહેલા પારખું કાઢી રહી છે.


