Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


પ્રતીકાત્મક તસવીર

વઘારમાં વપરાતી આ ચીજો ઝીણી છે, પણ સ્વાસ્થ્ય માટે બહુ મોટું કામ કરે છે

વઘારમાં વપરાતી આ ૭ વસ્તુઓ શરીરની વિવિધ પ્રકારની સમસ્યાઓનું જડ-મૂળથી નિવારણ કરે છે. શરદી, કફ ચેપી રોગો, સાંધાનો દુખાવો , શરીરની શીતળતા જેવા તમામ ફાયદા વઘારમાં વપરાતી આ ૭ વસ્તુઓથી મળી આવે છે.

02 April, 2024 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇનસે ભી કુછ સિખા જાએ

ઇનસે ભી કુછ સિખા જાએ

ક્યારેય કોઈ ડૉગને સ્વેટર પહેરતો જોયો છે? કોઈ વાંદરો રેઇનકોટ પહેરીને વરસાદમાં બહાર નીકળ્યો હોય એવું જોયું છે? ઘોડો ક્યારેય તડકામાં છત્રી રાખીને દોડતો હોય એવું દૃશ્ય પણ નહીં જોયું હોય. એ પ્રાણીઓને ઠંડી-ગરમી કે વરસાદની અસર નહીં થતી હોય? એવી જ રીતે સવારના સમયે કોઈ પણ જાતના અલાર્મ વિના જાગી જતાં પંખીઓ અને સાંજે સૂર્યાસ્ત પહેલાં ખાવાનું છોડી દેતાં કેટલાંક પશુઓ કઈ ઘડિયાળને ફૉલો કરતાં હશે? બદલાતા હવામાન સાથે શરીરને મેઇન્ટેન રાખવાનું આ પ્રાણીઓને કોણ શીખવતું હશે? કઈ રીતે જંગલમાં રહેતાં પ્રાણીઓ બધી એક્સ્ટ્રીમિટી વચ્ચે પણ સ્વાસ્થ્યને જાળવી શકતાં હશે? બનવાજોગ છે કે કદાચ આવા જ પ્રશ્ન હજારો વર્ષ પહેલાં જંગલમાં સાધના કરતા યોગીઓને થયો હશે અને એની જ પાર્શ્વભૂમિ પર પ્રાણીઓનું સૂક્ષ્મ સ્તરે અવલોકન કરીને વિવિધ યોગાસનોનું અવતરણ થયું હશે. કુદરતના અભિન્ન અંગ સમાં પશુઓને આંખ સામે રાખીને જીવો તો ઘણી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. કુદરત સાથે તાલથી તાલ મિલાવીને જીવતાં પશુઓને જોશો તો સમજાશે કે એમની આહાર-વિહારની રીત કોઈ રહસ્યથી ઓછી નથી. કદાચ એટલે જ ભગવાન દત્તાત્રયના ૨૪ ગુરુઓમાંથી અડધાથી વધારે પશુઓ હતાં. યોગના લગભગ ૫૦૦ વર્ષ જૂના ગ્રંથ ‘ઘેરણ્ડ સંહિતા’માં ભગવાન શિવે ૮૪ લાખ આસનો શીખવ્યાં જેમાંથી ૮૪ આસનો માનવની જરૂરિયાત માટે મહત્ત્વનાં છે એવો એક શ્લોક આવે છે. એટલે જ મોટા ભાગનાં દરેક આસનો કોઈ ને કોઈ પશુ સાથે સંકળાયેલાં છે. આજે ‘વર્લ્ડ ઍનિમલ ડે’ છે ત્યારે વિવિધ પશુઓ પાસેથી યોગના પાઠ શીખીએ અને યોગાસનમાં તેમની પ્રભાવકતાને જાણીએ અને માણીએ. 

04 October, 2023 07:36 IST | Mumbai | Ruchita Shah
સોહા અલી ખાનની તસવીરોનું કૉલાજ

HBD: આ છે સોહાની જીવનશૈલીનો ભેદ, કેવી રીતે સાદગીમાં પણ તરી આવે છે નવીનતા

આપણે સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇકને કંઇક કરતાં હોઈએ છીએ, જ્યારે સેલેબ્સની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે સેલેબ્સની કમાણી વધારે હોય અને પબ્લિક ફીગર કહેવાતા હોવાથી તેમણે તો પુષ્કળ ખર્ચ કરીને પણ સારાં દેખાવાનું હોય, એવે વખતે જો કોઈ તમને કહે કે જાણીતાં સેલેબ્સ પણ પોતાના સારા સ્વાસ્થ્ય માટે, આરોગ્ય માટે સાદગીમાં માને છે તો તમને પણ થશે અચરજ! આજે આપણે વાત કરીએ એવી અભિનેત્રી વિશે જે પોતાની જીવનશૈલીનું મૂળ સાદગી છે એવું માને છે સાથે એવું જ જીવન જીવે પણ છે. હા, અહીં વાત થઈ રહી છે પટૌડી ગર્લ સોહા અલી ખાનની. સોહા પોતાના વિશે જણાવતાં કહે છે કે, સાદગીએ મારે માટે જીવન જીવવાની રીત છે. પછી તે મારા પેરેન્ટ્સ હોય, ગ્રાન્ડપેરેન્ટ્સ હોય કે મારા સિબલિંગ્સ (ભાઈ-બહેનો) હોય. હું શું પહેરું છુંથી લઈને ખાવા-પીવા મામલે હું જેમાં કમ્ફર્ટેબલ અને ખુશ છું તે જ હું કરું છું. મારા આ વલણે માત્ર મારા વિચારો જ નહીં પણ મારી વિચારવાની ક્ષમતામાં પણ મદદરૂપ બને છે. અત્યાર પણ ઇનાયા અને કુનાલ માટે પણ મને આ મદદરૂપ બને છે.

04 October, 2023 04:30 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર

International Yoga Day 2023: દુનિયાભરમાં યોગ શીખવીને ડંકો વગાડ્યો છે આ ગુજરાતીઓએ

યોગનું મહત્ત્વ દુનિયાને સમજાઈ ગયું છે અને એટલે જ ભારત કરતાં પણ વધુ યોગની ડિમાન્ડ દુનિયાના વિવિધ દેશોમાં છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રુચિતા શાહ જુદા-જુદા દેશમાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગ શિક્ષકો સાથે વાત કરીને  જણાવે છે શું છે તેમનો યોગિક ફન્ડા

21 June, 2023 10:16 IST | Mumbai | Ruchita Shah
પ્રતિકાત્મક તસવીર

World Liver Day: લીવર સંબંધિત સમસ્યા માટે કારગર છે આ પાંચ વસ્તુઓ 

19 એપ્રિલનો દિવસ વિશ્વભરમાં વિશ્વ યકૃત દિવસ ( World Liver Day)તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દરેક વ્યક્તિમાં લીવરના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને લીવરને લગતી બીમારીઓ વિશે જાગૃત કરવાનો છે. લીવર એ શરીરના સૌથી જટિલ અંગોમાંનું એક છે જે રોગપ્રતિકારક શક્તિ, પાચન, ચયાપચય અને શરીરના એકંદર આરોગ્ય માટે જવાબદાર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ભારતમાં મૃત્યુના કારણોમાં લીવર સંબંધિત રોગો 10મા ક્રમે છે. આવી સ્થિતિમાં વર્લ્ડ લિવર ડે દ્વારા લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને લિવરને નુકસાન પહોંચાડતા ખોરાકથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. અહીં કેટલીક એવી ખાદ્ય ચીજોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેને ડાયટમાં સામેલ કરવામાં આવે તો લીવરનું સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. જાણો કયા એવા ફૂડ્સ છે જે લીવરનું સ્વાસ્થ્ય સારું રાખે છે.

19 April, 2023 01:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આઇસ્ટૉક પરથી લીધેલી અળસીની તસવીર

ડાયાબિટીઝના રોગીઓ માટે સંજીવની સમાન છે આ વસ્તુ, જાણો વાપરવાની યોગ્ય રીત

શિયાળામાં સ્વાસ્થ્ય બગડવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. આ સ્થિતિ તે લોકો માટે હજી વધારે બગડી શકે છે, જે હાર્ટના દર્દી છે, અથવા ડાયાબિટીઝ અને આર્થરાઈટિસ, મેદસ્વીતા, નબળી પાચનશક્તિ જેવી સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓથી પીડાય છે. આવામાં તમારા આહારમાં નાનકડો ફેરફાર રાહત આપી શકે છે.

02 February, 2023 04:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલના નેતૃત્વમાં હૈદરાબાદમાં એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ

પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલના નેતૃત્વમાં હૈદરાબાદમાં એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ

પહેલી ડિસેમ્બરના રોજ દર વર્ષે વિશ્વ એઈડ્સ દિવસ (World AIDS  Day)ની ઉજવણી કરવામાં આવી. આ અનુસંધાને એઈડ્સ જાગૃતિ અંગે વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં. ત્યારે એચઆઈવી પરીક્ષણ અને સારવાર માટેની વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી બિન-લાભકારી સંસ્થા AIDS હેલ્થકેર ફાઉન્ડેશને તેલંગાણા રાજ્ય એઈડ્સ કંટ્રોલ સોસાયટી હેઠળ તેલંગાણા સરકાર સાથે 1લી ડિસેમ્બર 2022 ના રોજ હૈદરાબાદ ખાતે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરી હતી. 

03 December, 2022 06:36 IST | Hyderabad | Gujarati Mid-day Online Correspondent
આજે જાણીએ આદિનાથ કોઠારે કેવી રીતે રાખે છે પોતાની હેલ્થનું ધ્યાન...

Celeb Health Talk:આજે વાંચો આદિનાથ કોઠારે વિશે, કેવી રીતે રાખે છે તેઓ પોતાને ફિટ

પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે?   આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત. આજે મળો સેલેબ હેલ્થ ટૉકના સ્ટાર આદિનાથ કોઠારેને. આદિનાથ કોઠારે એક સારા અભિનેતાની સાથે ફિટનેસ ફ્રીક પણ છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયોઝ શૅર કરતા રહે છે.

21 October, 2022 08:51 IST | Mumbai | Shilpa Bhanushali

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK