અહીં કઢી પકોડા
કઢી પકોડા
સામગ્રી : પોણો કપ ચણાનો લોટ, એક ઝીણો સમારેલો કાંદો, અડધી ઝૂડી મેથીની ભાજીનાં પાન બારીક સમારેલાં, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી ખાવાનો સોડા, એક ચમચી અજમો, અડધી ચમચી જીરું, છીણેલું આદું એક ટુકડો, એક ચમચી લાલ મરચું, પા ચમચી હળદર, તળવા માટે તેલ.
કઢી માટે : એક કપ દહી, પા કપ ચણાનો લોટ, મીઠું સ્વાદ મુજબ, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, બે ચમચા તેલ, બે સૂકાં લાલ મરચાં, અડધી ચમચી મેથીના દાણા, થોડી કોથમીર સમારેલી.
ADVERTISEMENT
રીત : પકોડા બનાવવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ, કાંદા, મેથીનાં સમારેલાં પાન, મીઠું, સોડા, અજમો, જીરું, આદું, લાલ મરચું અને હળદર બરાબર મિક્સ કરો. એમાં થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. કઢી માટે પહેલાં દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી એમાં હળદર, મીઠું ને મરચું નાખો. એક કડાઈમાં તેલ મૂકી એમાં લાલ મરચાં અને મેથીના દાણા નાખીને બે મિનિટ સાંતળો. ત્યાર બાદ એમાં કઢી નાખી ચડવા દો. કઢી ઊકળવા લાગે એટલે ગૅસ ધીમો કરી ઘટ્ટ થવા દો. બીજા વાસણમાં પકોડા તળવા માટે તેલ ગરમ કરો. એમાં ખીરાના ગોળ પકોડા તળી લો. આ પકોડાને કઢીમાં નાખીને પાંચ મિનિટ સુધી ઊકળવા દો. છેલ્લે કઢીમાં કોથમીર નાખી એને પરોઠા અથવા ભાત સાથે પીરસો.
- હિના રાકેશ ઓઝા


