Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Food

લેખ

પાન, ખારેક, વરિયાળી, ગુલકંદ, અજમો, છીણેલું કોપરું, જાયફળ, લવિંગ

પાન ખાવાથી ઘણા હેલ્થ-પ્રૉબ્લેમ્સ દૂર થાય છે, ખબર છે?

પાન પોતે તો ફાયદાકારક છે જ અને એમાં પ્યૉર તથા હેલ્ધી સામગ્રી નાખો તો એ વધુ ગુણકારી છે

26 April, 2025 06:54 IST | Mumbai | Kajal Rampariya
૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ

રેંટિયોનાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો

આ બ્રાન્ડે 90 વર્ષના મહોત્સવનું સેલિબ્રેશન કર્યું, પરંતુ ધ્યાન ખેંચ્યું ત્યારે જ્યારે આ સેલિબ્રેશનનો હેતુ હતો આભાર વ્યક્ત કરવાનો દરેક મહાનુભાવનો, અને તે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોથી ભરેલો હતો.

25 April, 2025 06:50 IST | Ahmedabad | Bespoke Stories Studio
જૉન એબ્રાહમ

જ્યારે અનલિમિટેડ ફૂડ ઑફર સાંભળીને જૉન ખાઈ ગયો હતો ૬૪ રોટલી

જૉન એબ્રાહમ પોતાની ફિટનેસને કારણે જાણીતો છે અને આમ તેણે પોતાની આગવી ઓળખ બનાવી છે. જૉન પોતાની ડાયટનું બહુ ધ્યાન રાખે છે. જોકે એક વખત ઉત્સાહમાં ને ઉત્સાહમાં તે ૬૪ રોટલી ખાઈ ગયો હતો. જૉને ૨૦૨૨માં કપિલ શર્માના શોમાં આ ઘટનાક્રમ જણાવ્યો હતો.

25 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય ગરોડિયા

મુંબઈનો રાજા સુરતમાં અને પાછો એ જ સ્વાદ, એ જ મજા

વડાપાંઉને હું મુંબઈના સ્ટ્રીટ-ફૂડનો રાજા કહું છું. ગુજરાતમાં કોઈ કાળે હું વડાપાંઉ ખાઉં નહીં; પણ સાહેબ, સુરતમાં મેં એ ટ્રાય કરી અને મને એ વડાપાંઉ મુંબઈથી આયાત થયાં હોય એવું જ લાગ્યું

20 April, 2025 07:25 IST | Surat | Sanjay Goradia

ફોટા

સુધાબહેને આપત્તિ આવી પડી ત્યારે જે આવડતું હતું તેનાથી નાનકડું બિઝનેસ એમ્પાયર ખડું કર્યું - તસવીરો પૂજા સાંગાણી

જ્યાફતઃ દીકરાની સારવાર માટે શરૂ કર્યો ઘરના નાસ્તા અને મીઠાઈનો બિઝનેસ..

મા એ મા બીજા બધા વગડાના વા. મા એટલે સંસારનો સૌથી પવિત્ર અને મજબૂત સંબંધ. મા એ જગતનું એકમાત્ર એવું પાત્ર છે, જેના માટે સંતાનોનું સુખ સર્વસ્વ છે. આજે આપણે એવી એક માતાની વાત કરવાનાં છીએ કે જેણે દીકરાના ઈલાજ માટે પોતાના નાસ્તા વાનગીઓના શોખને વ્યવસાયમાં ફેરવી "Mumma`s Special"તરીકે સાહસ શરૂ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. અને સમગ્ર સમાજ માટે પ્રેરણા બન્યા છે. ચાલો મળીએ, અમદાવાદના નરોડા વિસ્તારના  મુરલીધર હાઇટ્સ, ડી-માર્ટ પાસે, પરિવાર સાથે રહેતા 58 વર્ષીય સુધામાસીને. જે પહેલા શોખથી ઘરના સભ્યો માટે નાસ્તા બનાવતા હતા અને હવે જરૂરિયાત માટે ઘરેથી લોકો માટે નાસ્તા બનાવી વેપાર કરે છે. સુપ્રસિદ્ધ "Mumma`s Special"નાં સંચાલિકા સુધાબેન દેલવાડિયા (પટેલ), જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મૂળવતની છે. ખેડૂત પરિવારમાં જન્મેલા સુધાબેને બાળપણથી જ જીવનમા અનેક ઊતાર ચઢાવ જોયા છે. લગ્ન પછી વસંતપુર ગામે અને ત્યારબાદ સુરત મહાનગરમાં વસવાટ કર્યો. જોકે તે વખતે હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ પરિવારમાં આર્થિક તંગી લાવી, જેથી આખો પરિવાર 20 વર્ષ પહેલા અમદાવાદ ખાતે નરોડા વિસ્તારમાં સ્થાયી થયો. અહીં પતિએ પાન પાર્લર શરૂ કર્યું અને સુધાબેને સિલાઈનું કામ હાથે ધર્યું. આ નાનકડા ઘર અને નાનકડા સંસાધનો વચ્ચે બંને સંતાનોને ભણાવી એન્જિનિયર બનાવી સમાજમાં તેમને સારી ઓળખ આપી છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

02 May, 2025 11:16 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી 25થી વધુ બ્લુબેરી આધારિત વાનગીઓની જમાવટ ગ્વાલિયા બ્લુબેરી ફેસ્ટિવલમાં જોવા મળી. - ખાસ રેસીપીઝની ઝલક જાણો... - તસવીર પૂજા સાંગાણી

જ્યાફત: ગ્વાલિયા બ્લુબેરી ફેસ્ટિવલમાં 25થી વધુ બ્લુબેરી આધારિત વાનગીઓની જમાવટ

"અમદાવાદની પ્રસિદ્ધ `Gwalia SBR` રેસ્ટોરન્ટમાં સુંદર અને પોષણયુક્ત બ્લુબેરીને કેન્દ્રમાં રાખીને, `Gwalia` બ્રાન્ડના સંચાલક જય શર્મા અને `USA Blueberry` કોન્સ્યુલેટના સહયોગથી 7 એપ્રિલે પ્રથમ વખત બ્લુબેરી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં 25થી વધુ અનોખી મીઠાઈઓ અને નમકીન વાનગીઓ લૉન્ચ કરવામાં આવી, જેમ કે બ્લુબેરી ટસ્કીન, મિસ્ટી બ્લુબેરી બ્લોસમ, બ્લુબેરી ડિલાઈટ, બ્લુબેરી પૉપ, બ્લુબેરી કાજુકતરી, બ્લુબેરી રબડી, બ્લુબેરી સંદેશ, બ્લુબેરી ફેન્ટેસી, બ્લુબેરી દહીં વડાં, બ્લુ બેરી સ્મુઘી, બ્લુબેરી આઈસ ટી વગેરે. દરેક વાનગીએ મને એક નવી દિશા અને સ્વાદનો અનુભવ કરાવ્યો. મને આ ઇવેન્ટમાં બ્લુબેરી સ્વીટ્સ લૉન્ચ કરવાની સાથે વિશેષ રેસિપીઝનો અનુભવ કરવાની અનોખી તક મળી હતી. આ લેખમાં, હું પેસ્ટ્રી શેફ મોનિલા સુરાણાની બ્લુબેરી રેસિપીઝના સ્વાદ અને સ્વાસ્થ્યના અનોખા સંયોજન વિશે વાત કરીશ, તેમજ આ ઇવેન્ટની માહિતી પણ શૅર કરીશ." ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

19 April, 2025 07:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કેતકી સૈયા, કિચન-એક્સપર્ટ, શીતલ હરસોરા, કિચન-એક્સપર્ટ

ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે, તમે કયા ભરવાના?

રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્‍સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ. ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’

15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain
મુંબઈના મોહમ્મદ અલી રોડ પરની મિનારા મસ્જિદ. (તસવીર: અનુશ્રી ગાયકવાડ)

Photos: મુંબઈ, રમઝાન ઈદ પહેલા મોહમ્મદ અલી રોડ પરના આ સ્ટ્રીટ ફૂડ જરૂર ટ્રાય કરજો

રમઝાન ઈદ 2025 નજીક આવી રહી છે, ત્યારે આ વિશિષ્ટ ફૂડ સ્ટૉલના છેલ્લા બે દિવસ ચૂકશો નહીં, જે ખાસ કરીને આ પવિત્ર મહિના દરમિયાન શરૂ રહે છે. મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મિનારા મસ્જિદની આસપાસ મળતી આ વાનગીઓ એક વાર જરૂર ટ્રાય કરી શકાય. (તસવીરો: અનુશ્રી ગાયકવાડ)

30 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

સલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.

18 March, 2025 09:16 IST | Mumbai
ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર વિશેષ: શૅફ હરપાલ સિંહ સોખીની શીર ખુરમાની રૅસીપી અને મસાલેદાર ગપશપ

ઈદ અલ-ફિત્ર અને તહેવારની ઉજવણી માટે સ્વાદિષ્ટ કંઈક રાંધવું જ યોગ્ય છે. શૅફ હરપાલ સિંહ સોખીએ mid-day.com સાથેના ઇદ સ્પેશિયલ એપિસોડમાં, શેર ખુરમાની સ્વાદિષ્ટ રેસીપી શેર કરી અને તેમની સફર, શૅફ બનવાના નિર્ણય, નમક શામકની શોધ અને ભારતી સિંહ સાથેના તેમના નવા શો વિશે વાત કરી. હરપાલે શેર કર્યું કે અર્જુન બિજલાની અને અલી ગોની તેના નવા શોના તેઓ આગળના બેન્ચર છે. વધુ મસાલેદાર ગપશપ જાણવા માટે આખો વીડિયો જુઓ

17 June, 2024 04:04 IST | Mumbai
દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

દેવશ્રી સંઘવી સાથે રેપિડ ફાયર

ક્રેઝી ઈન્ડિયન ફૂડીના સ્થાપક દેવશ્રી સંઘવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે રેપિડ ફાયર રાઉન્ડમાં કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે

14 February, 2024 12:22 IST | Mumbai
બઝ છે તો બિઝનેસ છે વિથ દેવશ્રી સંઘવી, જુઓ પ્રોમો

બઝ છે તો બિઝનેસ છે વિથ દેવશ્રી સંઘવી, જુઓ પ્રોમો

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં દેવશ્રી સંઘવી જે એક શેફ, ફૂડ બ્લોગર અને ક્રેઝી ઈન્ડિયન ફૂડી છે. તેણે ફૂડ લવરથી લઈને તેના પ્રેમને વ્યવસાયમાં ફેરવવા સુધીની તેની સફર શૅર કરી છે. દિલથી સાચા ગુજરાતી એવા દેવશ્રીના ભોજન પ્રત્યેના પ્રેમે ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં અણધાર્યો વળાંક લીધો તેની પણ વાત માણો

04 February, 2024 10:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK