Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: જાંબુ ચુસકી

Published : 17 June, 2026 02:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે સાકર વગર પણ બનાવી શકાય છે

જાંબુ ચુસકી

જાંબુ ચુસકી


સામગ્રી : ૧ કપ ઠળિયા કાઢેલાં જાંબુનો પલ્પ, બેથી ત્રણ ચમચી સાકર (વૈકલ્પિક), ૧ ચમચી ચાટ મસાલો, પાંચથી દસ ફુદીનાનાં પાન, ત્રણથી ૪ આઇસ ક્યુબ, જરૂર મુજબ ઠંડું પાણી, પેપર કપ અને આઇસક્રીમ સ્ટિક

બનાવવાની રીત ઃ મિક્સરના જારમાં જાંબુનો પલ્પ, સાકર, ચાટ મસાલો, ફુદીનાનાં પાન અને આઇસ ક્યુબ ઉમેરો. એમાં જરૂર મુજબ ઠંડું પાણી ઉમેરીને બધી સામગ્રીને સરસ રીતે બ્લેન્ડ કરી લો. તૈયાર થયેલા મિશ્રણને પેપર કપમાં ભરો. કપની વચ્ચે આઇસક્રીમ સ્ટિક મૂકી દો. હવે કપને બેથી ૩ કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દો. ચુસકી ખાવાની હોય ત્યારે ફ્રીઝરમાંથી બહાર કાઢીને પાંચ મિનિટ માટે રાખો. ત્યાર બાદ કપને બન્ને હાથથી હળવેથી ગરમ કરીને થોડું ફેરવો જેથી ચુસકી સરળતાથી બહાર નીકળી આવે.



નોંધ : ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે સાકર વગર પણ બનાવી શકાય છે. બાળકો માટે આ એક ઉત્તમ અને કુદરતી સમર-ટ્રીટ છે, કારણ કે એમાં કોઈ કૃત્રિમ રંગ કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો નથી. જાંબુમાં ભરપૂર ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, વિટામિન C અને ફાઇબર હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે.


- મમતા જોટાણિયા


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK