Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Exclusive

લેખ

ઇલસ્ટ્રેશન

રેઇન્બો ડાયમન્ડ્સ સતરંગી રોમૅન્સ, અતરંગી સસ્પેન્સ (પ્રકરણ-૨)

મુઝે સિર્ફ ઇતના બતાઓ કિ સાલા, યે છે ફીટ કા વેઇટર તુમ્હારે કબાટ મેં ઘુસકે ક્યા કર રૈલા થા?

13 May, 2025 02:34 IST | Mumbai | Lalit Lad
ઇલસ્ટ્રેશન

રેઇન્બો ડાયમન્ડ્સ સતરંગી રોમૅન્સ, અતરંગી સસ્પેન્સ (પ્રકરણ-૧)

વૉર્ડરોબમાં લટકતા કોટની પાછળથી એક ઊંચા કાળા વેઇટરની લાશ સોનિયાના શરીર પર ઢળી પડી

12 May, 2025 04:04 IST | Mumbai | Lalit Lad
પ્રતીકાત્મક તસવીર

માનાં ચરણે મને માંગલ્ય મળે

ન સ્મિત છે કે જે સરખાવું લાડલી સાથે, ન કોઈ વસ્ત્ર અહીં માના સાડલા જેવું- ડૉ. પ્રણય વાઘેલા

12 May, 2025 06:58 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

વો હી તો મેરી માં થી

સંબંધોની જે નાજુક પરિપાટી જે ગઈ કાલે હતી એ ભલે આજે ન રહી હોય પણ મા એ મા ને બીજા બધા વગડાના વા

11 May, 2025 01:16 IST | Mumbai | Dr. Dinkar Joshi

ફોટા

આજના કવિવારના એપિસોડમાં કવિ વિનોદ જોશીની રચનાઓ

કવિવાર: સજન, પાંખો આપો તો અમે આવીએ... કવિ વિનોદ જોશી

કવિ વિનોદ જોશીનું નામ આવે એટલે લયનું આખેઆખું ગામ યાદ આવે. ભાતીગળ શબ્દાવલીઓથી તેઓનાં ગીતોએ ગુર્જર સાહિત્યને શોભાવ્યું છે. જન્મ ૧૩ ઓગસ્ટ, ૧૯૫૫ને દિવસે અમરેલીના ભોરીંગડા ગામે. ગુજરાતી સાહિત્યમાં સ્નાતક આ કવિએ `રેડિયો નાટકનું કલાસ્વરૂપ અને ગુજરાતીમાં તેનો વિકાસ’પર પીએચડી કર્યું. અનેક માતબર શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. આજે એમની સદાબહાર રચનાઓ માણીએ. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

13 May, 2025 11:00 IST | Mumbai | Dharmik Parmar
સ્વાસ્થ્યાસનના છેતાળીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: પાચન, લવચિકતા અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે આ એક યોગ પોઝ

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉત્થાન પ્રસ્થાસન`ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો.

10 May, 2025 06:27 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના પિસ્તાળીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: નબળી આંખોમાં આવશે સુધાર, યાદશક્તિ થશે તેજ- માત્ર ૧૦ મિનિટના ધ્યાનથી

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ત્રાટક’ધ્યાનના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ મુદ્રાની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે આ મુદ્રાનો અભ્યાસ કરવો. રીલ જોવા અહીં ક્લિક કરો

02 May, 2025 07:02 IST | Mumbai | Dharmik Parmar
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું કૈવલ્ય શાહને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: ગુજરાતી કવિ કૈવલ્ય શાહે હિન્દી અને ઉર્દુ કાવ્યોમાં કાઢ્યું કાઠું

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે કૈવલ્ય શાહ. જેમણે પોતાના લેખન કૌશલથી માત્ર પિતા રાજેન્દ્ર શાહનું જ નહીં પણ આખા દેશનું નામ ગૌરવાન્વિત કર્યું છે. લગભગ 12-13 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું અને આજે એ પ્રવાસ અનેક જાણીતા નામો સાથે કામ કરવા સુધી તો પહોંચ્યો છે આ સિવાય પણ તેમનું ખેડાણ ખૂબ જ વધારે છે તો ચાલો જાણીએ કૈવલ્ય રાજેન્દ્ર શાહ વિશે...

24 April, 2025 04:37 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની વિગતો જણાવી

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની વિગતો જણાવી

10 મેના રોજ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ સમજૂતી બાદ કોમોડોર રઘુ આર નાયર, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ઓપરેશન સિંદૂર પર વિશેષ વિગતો આપી હતી અને પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ કર્યો હતો. "જ્યારે ભારતીય સેના યુદ્ધવિરામનું પાલન કરશે, ત્યારે અમે ભારતની રક્ષા કરવા માટે તૈયાર છીએ. પાકિસ્તાનના દરેક દુસ્સાહસને તાકાત સાથે સામનો કરવો પડ્યો છે અને ભવિષ્યમાં દરેક વધારાથી નિર્ણાયક જવાબ મળશે, " કોમોડોર રઘુ નાયરે જાહેર કર્યું

11 May, 2025 05:27 IST | New Delhi
બૉલિવુડમાં, મારી સાથે દલિત કે શુદ્ર કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે: મહાદેવન

બૉલિવુડમાં, મારી સાથે દલિત કે શુદ્ર કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે: મહાદેવન

બૉલિવુડમાં રિયલ લાઈફ કરતાં વધુ જાતિવાદી? રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા અનંત નારાયણ મહાદેવન ગુજરાતી મિડ-ડે સાથે તેમની ફિલ્મ "ફૂલે" ના નિર્માણ, તેમને સામનો કરવો પડેલા તીવ્ર વિરોધ અને બૉલિવુડમાં હજી પણ અસ્તિત્વમાં રહેલા જાતિ આધારિત ભેદભાવ વિશે વાત કરે છે. મહાદેવન જણાવે છે કે તેઓ ફિલ્મ ઉદ્યોગમાં "દલિત" કે "શુદ્ર" જેવો વ્યવહાર અનુભવે છે, જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સામનો કરવામાં આવેલા સંઘર્ષો અને પ્રામાણિક, સામાજિક રીતે પ્રભાવશાળી સિનેમા બનાવવાની તેમની પોતાની સફર વચ્ચે એક આકર્ષક સમાનતા દર્શાવે છે. તેમણે સનસનાટીભર્યા વિના તથ્યો પ્રત્યે સાચા રહેવા, પ્રતીક ગાંધી સાથે કામ કરવા અને તેમના આગામી પ્રોજેક્ટ "પાસ્ટ ટેન્શન" વિશે વાત કરી છે, જે અંતરાત્મા અને જવાબદારીના ઊંડા પ્રશ્નોની શોધ કરે છે. આ સિનેમા, સમાજ અને પરિવર્તન પર એક દુર્લભ, અપ્રગટ વાતચીત છે.

27 April, 2025 03:11 IST | Mumbai
મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

આ પ્રામાણિક અને સરળ વાતચીતમાં, મિમોહ ચક્રવર્તી (મહાક્ષય ચક્રવર્તી) સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર તરીકે મોટા થવાનો અનુભવ કેવો હોય છે તે વિશે વાત કરે છે - અને તે શા માટે ઇચ્છે છે કે લોકો તેને તેના પોતાના કામ માટે ઓળખે. તેણે ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં તેની ભૂમિકા, તેની મૂછો તેના પાત્રનો ભાગ કેવી રીતે બની અને શા માટે ધીરજ એક અભિનેતા તરીકેની તેની સફરનો આટલો મોટો ભાગ રહી છે તે વિશે ખુલીને વાત કરી છે. હૉરર ફિલ્મોનો મોટો ફૅન મિમોહ વિશ્વભરની તેની મનપસંદ ડરામણી ફિલ્મો પણ શૅર કરી, તેના આગામી હૉરર પ્રોજેક્ટની ઝલક આપી, અને કેટલીક અણધારી વ્યક્તિગત વિચિત્રતાઓ વિશે પણ વાત કરી - જેમ કે કાચો લોટ ખાવાનો અને ASMR ફૂડ વીડિયો જોવાનો તેનો પ્રેમ. તે મજા, વાસ્તવિક વાતો અને ચિંતનનું મિશ્રણ છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે તમારી પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરતી વખતે એક સુપ્રસિદ્ધ વારસો વહન કરવાનો અનુભવ કેવો હોય છે, તો આ ફિલ્મ જોવા યોગ્ય છે.

12 April, 2025 09:32 IST | Mumbai
આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

આ ‘દિલ કો’ પણ લોકોના હૃદયમાં રહેશે: મિખાઇલ કાંત્રુ અને વરુણ તિવારી

અભિનેતા મિખાઇલ કાંત્રુ અને અભિનેતા-ગાયક-ગીતકાર વરુણ તિવારી સારેગામા માટે ‘દિલ કો’ આ ગીતને ફરી ક્રિએટ કરવા અંગે વાતચીત કરી હતી. થોડા દિવસોમાં રિલીઝ થનારું આ ગીત મૂળ આર. માધવન અને દિયા મિર્ઝાની ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ નું છે જે લોકોને ખૂબ ગમ્યું પણ છે. શરૂઆતમાં, તિવારી અને કાંત્રુ બન્ને આ અંગે રિ-ક્રિએશન વિશે અનિશ્ચિત હતા, પરંતુ જ્યારે કાંત્રુએ તિવારીએ કમ્પોઝ કરેલું અને બીજા ગીતો સાથે ગાયું તે સ્ક્રેચ વર્ઝન સાંભળ્યું, ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ. તિવારીએ આ સોન્ગને બનાવવાની પ્રક્રિયા વિશે વાત કરતાં કાર અને કાંત્રુએ ગીત માટે ઘણી છોકરીઓના ઓડિશન અને તેમની માતાઓએ કેવી રીતે બન્નેની હાંસી ઉડાવી તે વિશે પણ જણાવ્યું. તેઓ ગીતના રિલીઝ વિશે ઉત્સાહિત છે અને તેના વિશે વાત કરવાનું બંધ કરી શકતા નથી. તેઓએ ગીતનો આત્મા સાચવ્યો છે પરંતુ રૉકનો ટ્વિસ્ટ ઉમેર્યો છે. બન્નેએ મનોરંજન ઉદ્યોગમાં બદલાતા સમય પર પોતાના વિચારો શૅર કર્યા અને તેઓ માને છે કે નિર્માતાઓ, ક્રિએટર, કલાકારો અને પ્રેક્ષકો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી વસ્તુઓ વધુ સારી બને. તેઓ માને છે કે જેઓ આ ઉદ્યોગનો ભાગ બનવા માગે છે તેઓએ તેમની વૃત્તિનું પાલન કરવું જોઈએ અને તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચવા માટે આગળ વધતા રહેવું જોઈએ.

10 March, 2025 04:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK