Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ડેઇલી ફ્રેશનેસ માટે પરફ્યુમ, ડીઓડરન્ટ અને કોલોનમાંથી શું પસંદ કરવું?

ડેઇલી ફ્રેશનેસ માટે પરફ્યુમ, ડીઓડરન્ટ અને કોલોનમાંથી શું પસંદ કરવું?

Published : 24 March, 2026 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ત્રણેય વસ્તુઓ જોવામાં એકસરખી લાગે છે પણ એનો હેતુ, એની બનાવટ અને એના ઉપયોગની રીત તદ્દન અલગ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑફિસ-મીટિંગ હોય, ફ્રેન્ડ્સ સાથે આઉટિંગ હોય કે પછી કોઈ ખાસ સામાજિક પ્રસંગ હોય; ગુડ સ્મેલ આત્મવિશ્વાસ વધારે છે. જોકે માર્કેટમાં એન્ટર થતાંની સાથે પરફ્યુમ, ડીઓડરન્ટ અને કોલોન વચ્ચે આપણે મૂંઝવણ અનુભવીએ છીએ. આ ત્રણેય વસ્તુઓ જોવામાં એકસરખી લાગે છે પણ એનો હેતુ, એની બનાવટ અને એના ઉપયોગની રીત તદ્દન અલગ છે.

ડીઓડરન્ટ



ડીઓડરન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સુગંધ ફેલાવવાનો ઓછો અને શરીરની દુર્ગંધને રોકવાનો વધુ છે. ડીઓડરન્ટ પરસેવાથી ઉત્પન્ન થતા બૅક્ટેરિયાને ખતમ કરે છે. એમાં સામાન્ય રીતે ૧ ટકાથી ૩ ટકા જેટલું જ ફ્રૅગ્રન્સ ઑઇલ હોય છે, જેના કારણે એની સુગંધ લાંબો સમય ટકતી નથી. એ સીધું ત્વચા પર અપ્લાય કરવામાં આવે છે. જો તમે જિમ જાઓ છો અથવા તમને વધુ પરસેવો થાય છે તો ડીઓડરન્ટ તમારી પ્રાથમિક જરૂરિયાત છે.


પરફ્યુમ

પરફ્યુમમાં ફ્રૅગ્રન્સ ઑઇલનું પ્રમાણ સૌથી વધુ એટલે કે ૨૦થી ૩૦ ટકા જેટલું હોય છે. એના કારણે પરફ્યુમની સુગંધ ૮થી ૨૪ કલાક સુધી ટકી શકે છે. પરફ્યુમ મોંઘાં હોય છે અને એને ત્વચા પર સીધું છાંટવાને બદલે કપડાં પર અથવા પલ્સ પૉઇન્ટ્સ જેમ કે કાંડા કે ગરદન પર લગાવવામાં આવે છે. લગ્નપ્રસંગ કે સાંજની પાર્ટીઓ માટે પરફ્યુમ બેસ્ટ છે.


કોલોન

ઘણા લોકો કોલોનને પરફ્યુમ જ સમજે છે પણ એ ઘણું હળવું હોય છે. કોલોનમાં ફ્રૅગ્રન્સ ઑઇલનું પ્રમાણ માત્ર બેથી પાંચ ટકા હોય છે અને એમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. એની અસર માત્ર બેથી ૩ કલાક સુધી જ રહે છે. એ ફ્રેશ અને લાઇટ હોય છે, નાહ્યા પછી તરત લગાવવા માટે એ બેસ્ટ માનવામાં આવે છે. એ એક પ્રકારનું રીફ્રેશર છે.

ડેઇલી ફ્રેશનેસ માટે શું પસંદ કરવું?

જો તમારું કામ બહાર રખડવાનું છે અથવા તમે ફિઝિકલ ઍક્ટિવિટી વધુ કરો છો તો સવારે સારા ઍન્ટિ-પર્સ્પ‌િરન્ટ ડીઓડરન્ટનો ઉપયોગ કરો. એ તમને દુર્ગંધથી મુક્ત રાખશે.

ઑફિસ કે પ્રોફેશનલ લુક માટે દિવસભર હળવી અને ક્લાસી સુગંધ જાળવી રાખવા પરફ્યુમ પસંદ કરો.

ઘરે રહીને જ ફ્રેશ ફીલ કરવું હોય તો કોલોન એક ઉત્તમ અને બજેટ-ફ્રેન્ડ્લી વિકલ્પ છે.

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK