હીરામંડીમાં અભિનેત્રીઓના કૉસ્ચ્યુમમાં વપરાયેલી આર્ટ હવે ઇન્ડિયન બ્રાઇડના બ્લાઉઝમાં સ્થાન પામી રહી છે
પીએત્રા ડ્યુરા
સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી’ના કૉસ્ચ્યુમ ખૂબ જ વખણાયા છે. ‘હીરામંડી’માં ‘તિલસ્મી બાંહેં’ પાર્ટી-સૉન્ગમાં સોનાક્ષી સિંહાએ સ્પાર્કલિંગ સિલ્વર સાડી સાથે પહેરેલા સિલ્વર બ્લાઉઝની એલ્બો લેન્ગ્થ સ્લીવ્સ પરનું ક્લરફુલ ડિઝાઇન વર્ક શેનાથી પ્રેરિત છે ખબર છે? આ વર્ક અને આઇડિયા એક આર્કિટેક્ચર કલાકારીગરીથી પ્રેરિત છે જેનું નામ છે પીએત્રા ડ્યુરા. સોનાક્ષી સિંહના આઉટફિટને ઇન્ડો-યુરોપિયન કનેક્શન બતાવવા માટે ડિઝાઇનર રિમ્પલ અને હરપ્રીત દ્વારા યુરોપિયન ઇન્ફ્લુઅન્સ સાથે સાડીમાં સ્પાર્કલિંગ સિલ્વર બ્લશ પિન્ક કલરના ૪૦ શેડ્સની સીક્વન્સ વાપરવામાં આવી છે. સાડી સાથે પહેરેલા સિલ્વર બ્લાઉઝની એલ્બો લેન્ગ્થ સ્લીવ્સ પર ક્લરફુલ ડિઝાઇન વર્ક આ સુંદર પીએત્રા ડ્યુરા કળા પરથી ઇન્સ્પાયર થઈને એવી જ કલરફુલ પૅર્ટન ક્રીએટ કરવામાં આવી છે.



