Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયંકા ચોપડાને ત્રણ કરોડની મેબૅક ગિફ્ટ કરી નિક જોનસે

પ્રિયંકા ચોપડાને ત્રણ કરોડની મેબૅક ગિફ્ટ કરી નિક જોનસે

14 March, 2019 09:36 AM IST |

પ્રિયંકા ચોપડાને ત્રણ કરોડની મેબૅક ગિફ્ટ કરી નિક જોનસે

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસ


નિક જોનસે તેના ભાઈ કેવિન અને જો જોનસ સાથે કમબૅક વિડિયો ‘સકર’ રિલીઝ કર્યો છે. આ વિડિયો અમેરિકન બિલબોર્ડ ચાર્ટમાં પહેલા ક્રમે પહોંચી ગયો છે. આ ખુશીમાં નિકે તેને કાર ગિફ્ટ કરી છે. મેબૅક લ્૬૫૦ની અંદાજિત કિંમત ત્રણ કરોડ રૂપિયાની આસપાસ છે. આ કારને તેણે ‘એક્સ્ટ્રા ચોપડા જોનસ’ નામ આપ્યું છે. જો આ કારને કસ્ટમાઇઝ કરાવી હોય તો કિંમત એનાથી વધુ હોય છે. પ્રિયંકા હાલમાં ઇન્ડિયામાં હતી. તેણે દિલ્હીમાં ‘ધ સ્કાય ઇઝ પિંક’નું શૂટિંગ પૂરું કર્યું હતું. ત્યાર બાદ તે મુંબઈમાં આકાશ અંબાણીનાં લગ્નમાં હાજર રહી હતી. તે જેવી અમેરિકા પહોંચી કે તેને નિક દ્વારા આ લક્ઝુરિયસ કાર ગિફ્ટ કરવામાં આવી હતી. આ કાર સાથેનો ફોટો પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કયોર્ હતો.

આ પણ વાંચો : આજના સમયમાં મુંહફટ હોવું ખૂબ મુશ્કેલ : સોહા



ફોટોમાં પ્રિયંકાના હાથમાં તેની ડૉગી ડાયના છે તો નિકના હાથમાં શૅમ્પેન છે. ફોટોમાં પ્રિયંકા અને નિક કિસ કરતાં જોવા મળી રહ્યાં છે. આ ફોટો શૅર કરી પ્રિયંકાએ લખ્યું હતું કે ‘પતિ જ્યારે નંબર વન બને છે ત્યારે પત્નીને મેબૅક મળે છે. એક્સ્ટ્રા ચોપડા જોનસનું સ્વાગત છે. આઇ લવ યુ બેબી. નિક જોનસ બેસ્ટ હસબન્ડ છે.’


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2019 09:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK