Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અમેરિકામાં ગાયને વહાલ કરવા લોકો કલાકના ૬૦૦૦ રૂપિયા ચૂકવે છે

અમેરિકામાં ગાયને વહાલ કરવા લોકો કલાકના ૬૦૦૦ રૂપિયા ચૂકવે છે

05 May, 2024 01:30 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રવૃત્તિ કાઉ-કડલિંગ નામે ઓળખાય છે.

ગાય

અજબગજબ

ગાય


આપણી જેમ અમેરિકામાં ભલે ગાયને માતાનો દરજ્જો અપાતો ન હોય, પરંતુ અહીં પણ ગૌપ્રેમીઓની સંખ્યા ઓછી નથી. ઇલિનૉઇ સ્ટેટના મૉની નામના ટાઉનમાં આવેલા એક ફાર્મમાં લોકો ગાયને વહાલ કરવા માટે પૈસા ચૂકવે છે. આ પ્રવૃત્તિ કાઉ-કડલિંગ નામે ઓળખાય છે. અહીં ગાયની સાથે એક કલાક ગાળવા માટેનો ચાર્જ કલાકના ૭૫ ડૉલર (આશરે ૬૨૫૨ રૂપિયા) છે. આસપાસના લોકો પરિવાર સાથે અહીં આવે છે અને ગાયની પીઠ પર હાથ ફેરવી એને વહાલ કરે છે, તો ઘણા લોકો ગાય સાથે વાતો પણ કરે છે. લોકોનું માનવું છે કે ગાય સાથે થોડી ક્ષણો ગાળવી એ થેરપીનું કામ કરે છે, એનાથી મન શાંત થાય છે અને શરીરને નવી ઊર્જા મળે છે. જોકે અમેરિકાનાં કેટલાંક રાજ્યમાં બર્ડ-ફ્લુના કેસ વધી રહ્યા હોવાથી હાલમાં કાઉ-કડલિંગ ટાળવાની સલાહ આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 01:30 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK