Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપ 2024ના સહયજમાન દેશોએ જાહેર કરી પોતપોતાની ટીમ

T20 વર્લ્ડ કપ 2024ના સહયજમાન દેશોએ જાહેર કરી પોતપોતાની ટીમ

05 May, 2024 08:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૨ અને ૨૦૧૬ની વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઇન્ડીઝ ટીમનું નેતૃત્વ આ વખતે ૩૦ વર્ષનો રોવમન પૉવેલ કરશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પહેલી  જૂને શરૂ થનારા T20 વર્લ્ડ કપના સહયજમાન દેશ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝે પણ પોતાની વર્લ્ડ કપ સ્ક્વૉડ જાહેર કરી છે. યજમાન દેશ તરીકે T20 વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થનાર અમેરિકન ક્રિકેટની કમાન ગુજરાતના આણંદમાં જન્મેલા મોનાંક પટેલને મળી છે. અમેરિકા શિફ્ટ થનાર ભૂતપૂર્વ ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટર કોરી ઍન્ડરસનને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. ૨૦૧૨માં ભારતને અન્ડર-19 વર્લ્ડ કપ જિતાડનાર ઉન્મુક્ત ચંદને આ સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી. ૩૧ વર્ષના મોનાંક પટેલ સિવાય અમદાવાદના ૩૬ વર્ષના નિસર્ગ પટેલને તથા ભારતીય મૂળના મિલિંદ કુમાર (દિલ્હી), હરમીત સિંહ (મુંબઈ) અને સૌરભ નેત્રાવલકર (મુંબઈ)ને પણ વર્લ્ડ કપ માટેની અમેરિકન ટીમમાં સ્થાન મળ્યું છે.

૨૦૧૨ અને ૨૦૧૬ની વર્લ્ડ કપ વિજેતા વેસ્ટ ઇન્ડીઝ ટીમનું નેતૃત્વ આ વખતે ૩૦ વર્ષનો રોવમન પૉવેલ કરશે. અલ્ઝારી જોસેફને વાઇસ કૅપ્ટન જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સના ફિનિશર શિમરન હેટમાયરે ટીમમાં વાપસી કરી છે. માત્ર ૩ T20 લીગ મૅચ રમનાર અને એક પણ આંતરરાષ્ટ્રીય T20 મૅચનો અનુભવ ન ધરાવતા ૨૪ વર્ષના ફાસ્ટ બોલર શમાર જોસેફને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ટેસ્ટ-વિજય અપાવનાર શમાર જોસેફે લખનઉ સુપર જાયન્ટ્સ માટે IPLમાં ડેબ્યુ કરતાં 
પહેલી જ મૅચમાં ૪૭ રન આપી દીધા હતા. T20 ક્રિકેટમાં હજી સુધી તે એક પણ વિકેટ લઈ શક્યો નથી. આ સિવાય પાવરહિટર આન્દ્રે રસેલ અને નિકોલસ પૂરન પણ વેસ્ટ ઇન્ડીઝ માટે ધમાલ મચાવતા જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK