Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dhunki:એક નવી શરૂઆતથી સફળતા સુધીનો સંઘર્ષ દેખાયો ટ્રેલરમાં

Dhunki:એક નવી શરૂઆતથી સફળતા સુધીનો સંઘર્ષ દેખાયો ટ્રેલરમાં

12 July, 2019 02:54 PM IST | અમદાવાદ

Dhunki:એક નવી શરૂઆતથી સફળતા સુધીનો સંઘર્ષ દેખાયો ટ્રેલરમાં

Imager Courtesy: Dhunki Trailer

Imager Courtesy: Dhunki Trailer


પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની ફિલ્મ 'ધૂનકી'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પહેલીવાર પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી સ્ક્રીન પર એક સાથે દેખાઈ રહ્યા છે. ત્યારે ટ્રેલરમાં બંનેની કેમેસ્ટ્રી જોવા લાયક છે. આ ઉપરાંત વિશાલ શાહ અને કૌશાંબી ભટ્ટ્ની એક્ટિંગ પણ દમદાર દેખાઈ રહી છે. ફિલ્મ ધૂનકી નામ પ્રમાણે જ એક ધૂનની વાત છે, જેની ફ્લેવર પણ તમને ટ્રેલરમાં જોવા મળશે.

ફિલ્મના ટ્રેલરમાં બે કપલ અને ચાર વ્યક્તિઓની સ્ટોરી છે. જે ચારેય વ્યક્તિઓને અલગ અલગ વસ્તુ કે પેશનની ધૂનની છે. ટ્રેલર જોઈને અંદાજ આવે છે કે પ્રતીક ગાંધીને શૅફ બનવું છે, તેને રસોઈ બનાવવાનો શોખ છે, તો દીક્ષા જોશીને જીવનમાં કંઈક કરી બતાવવું છે, આગળ વધવું છે, સફળ થવું છે. બંને પોત પોતાની ધૂન માટે ભેગા થાય છે. અને સ્ટાર્ટ અપ શરૂ કરે છે. આ સ્ટાર્ટઅપથી સફળતા સુધી પહોંચવા દરમિયાન જીવન અને વ્યવસાયના મોરચે જે સંઘર્ષ થાય છે તેની સ્ટોરી છે ધૂનકી. જો કે આ સ્ટાર્ટ અપનું પરિણામ શું આવે છે, તે જોવા માટે તો ફિલ્મની જ રાહ જોવી પડશે.



અહીં જુઓ ટ્રેલર


આ ફિલ્મમાં પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીના પાત્રો વચ્ચે જુદા પ્રકારનો સંબંધ છે. બંને વચ્ચે કંઈક કોમન છે, જેના કારણે બંને ભેગા થાય છે. જો કે આ ફિલ્મ વિશે વધુ માહિતી માટે તો ટીઝર અને ટ્રેલરની જ રાહ જોવી પડશે.


આ પણ જુઓઃ પૂજા ઝવેરીઃ સાઉથની ફિલ્મો બાદ હવે મલ્હાર સાથે જોડી જમાવશે આ ગ્લેમરસ ગુજ્જુ ગર્લ

પ્રતીક ગાંધી હાલમાં જ તેની છેલ્લી ફિલ્મ વેન્ટિલેટરમાં જોવા મળ્યો હતો જ્યારે દીક્ષા જોશી મલ્હાર ઠાકર સાથે શરતો લાગુમાં જોવા મળી હતી. બે યારથી કરિઅરની શરૂઆત કરનાર પ્રતીક ગાંધી બોલીવુડ ફિલ્મ લવયાત્રીમાં પણ જોવા મળ્યો હતો. દીક્ષા જોશીની આ પાંચમી ફિલ્મ છે. દીક્ષાએ તેના કરિઅરની શરૂઆત શુભ આરંભથી કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 July, 2019 02:54 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK