બિગ બૉસ’ની ૧૪મી સીઝનમાં હવે સીન પલટવા જઈ રહ્યો છે એટલે કે આ શોમાં નવા સ્પર્ધક તરીકે જૂના કન્ટેસ્ટન્ટને મોકલવામાં આવશે. આ વિવાદાસ્પદ શો એના ઝઘડા અને ભાષાને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ૨૦૨૦ના એડિશનની ટૅગ લાઇન અબ સીન પલટેગા આપવામાં આવી છે અને એ એકદમ બરાબર આપવામાં આવી છે, કારણ કે આ શોના ઇતિહાસમાં પહેલી વાર જૂના સ્પર્ધકો કન્ટેસ્ટન્ટ તરીકે જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ઘણી વાર આવા સ્પર્ધકો શોમાં આવ્યા છે, પરંતુ તેઓ ક્યારેય ટ્રોફીના દાવેદાર નહોતા રહ્યા. અત્યારના સ્પર્ધકો જે પરિસ્થિતિમાં છે એમાંથી તેમને બહાર કાઢવા અને તેમની મુશ્કેલીઓમાં વધારો કરવા માટે હવે વિકાસ ગુપ્તા, રાખી સાવંત, મનુ પંજાબી, રાહુલ મહાજન, કાશ્મિરા શાહ અને અર્શી ખાન જઈ રહ્યાં છે.
આ શોમાં ગેમ કેવી રીતે રમવી એ રાહુલ મહાજન લોકોને દેખાડશે, પરંતુ આ ગેમનો રિયલ કિંગ કોણ છે એ માસ્ટરમાઇન્ડ વિકાસ ગુપ્તા પાસેથી જોવા મળશે. રાખી સાવંત આ શોમાં ૧૩ વર્ષ બાદ આવી રહી છે. તે ઓરિજિનલ રિયલિટી ક્વીન અને ડ્રામા ક્વીન છે. તેની તોલે કોઈ પહોંચી શકે એમ નથી, જ્યારે મનુ પંજાબી સામાન્ય વ્યક્તિઓનું ગૌરવ છે. સામાન્ય વ્યક્તિમાંથી તે એક સેલિબ્રિટી બન્યો હતો અને ઘરમાં હાજર તમામ સેલિબ્રિટીને તે ટક્કર આપતો જોવા મળશે. લોકોને ધોકો આપ્યા વગર ગેમ કેવી રીતે રમવી એ માટે કાશ્મિરા શાહ જાણીતી છે તેમ જ અર્શી ખાન લોકોમાં આગ લગાવવાનું કામ ફરી કરતી જોવા મળશે.
મીડિયમ્સ કરતાં પણ કન્ટેન્ટને વધુ મહત્ત્વ આપે છે સુધાંશુ પાન્ડે
15th January, 2021 09:07 ISTઉત્કર્ષા નાઈકે લોકોની ટૅલન્ટને મંચ આપવા માટે નાનકડું થિયેટર શરૂ કર્યું છે
15th January, 2021 09:02 ISTપંડ્યા સ્ટોરનું શૂટિંગ સોમનાથમાં શરૂ
15th January, 2021 08:54 ISTથૅન્ક ગૉડ, લોકો સાયકોલૉજિકલ થ્રિલર્સ જોતા થયા
15th January, 2021 08:47 IST