ન્યાયપ્રણાલીની મજાક કરવામાં આવી હોવાનો આરોપ કરી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી
અક્ષય કુમાર
અક્ષયકુમાર અને અર્શદ વારસીની ‘જૉલી LLB 3’નું શૂટિંગ શરૂ થતાં જ એ વિવાદમાં પણ આવી ગઈ છે. આ ફિલ્મનું શૂટિંગ અજમેરમાં શરૂ થઈ ગયું છે. શૂટિંગ શરૂ થતાં જ અજમેરની કોર્ટમાં એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં ન્યાયપ્રણાલીની મજાક કરવામાં આવી રહી છે. આ મજાકને કારણે કોર્ટ અને વકીલ હાસ્યનું પાત્ર બની રહ્યાં હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. અજમેર ડિસ્ટ્રિક્ટ બાર અસોસિએશન દ્વારા આ ફિલ્મનું શૂટિંગ અટકાવવા માટે પણ ડિમાન્ડ કરવામાં આવી છે. ‘જૉલી LLB’માં અર્શદ વારસી જોવા મળ્યો હતો અને સીક્વલ ‘જૉલી LLB 2’માં અક્ષયકુમાર જોવા મળ્યો હતો. આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં હવે બન્ને સાથે જોવા મળી રહ્યા છે.
દેશી સિક્સ-પૅક ઍબ્સ
અક્ષયકુમારનો હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો વાઇરલ થયો છે. આ ફોટો અજમેરના તેની ફિલ્મના સેટ પરનો છે જેમાં તે શર્ટલેસ દેખાઈ રહ્યો છે. તે દેશી કસરત કરવામાં માને છે અને એમ છતાં તેની સિક્સ-પૅક ઍબ્સ દેખાઈ રહી હોવાથી સોશ્યલ મીડિયા પર યુઝર્સ તેના બૉડીના દીવાના બની ગયા છે.