Lok Sabha Election 2024 Phase 3: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પહેલી એવી લોકસભાની ચૂંટણી છે કે જ્યારે તેમના માતા હિરાબા સદેહે હાજર નથી.
નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબા સાથેની તસવીર
કી હાઇલાઇટ્સ
- આ પહેલા અચૂકપણે માતા હીરાબાને તેઓ મળવા જતા
- પીએમ મોદીએ તેમની માતા સાથેના તેમના સંબંધો વિષે વાતો કરી હતી
- તેમણે કહ્યું કે મને લાગે છે કે મેં મારી માતા સાથે અન્યાય કર્યો છે
લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન (Lok Sabha Election 2024 Phase 3) આજે સવારથી ચાલી રહ્યું છે. લોકો પોતાનો કિંમતી મત મતદાનમથકો પર જઈને આપી રહ્યા છે. આજે અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ પણ મતદાનમથક પર જઈને મત આપ્યો હતો. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પહેલી એવી લોકસભાની ચૂંટણી છે કે જ્યારે તેમના માતા હિરાબા સદેહે હાજર નથી.
2002 પછી આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના માતા વિના મતદાન કરવા આવ્યા હતા. આમ તો જ્યારે પણ તેઓ નામાંકન સબમિટ કરવા આવતા તેની પહેલા અથવા તો પછી ચૂંટણી (Lok Sabha Election 2024 Phase 3) જીત્યા બાદ અચૂકપણે માતા હીરાબાને મળવા જતાં જતાં અને જતાં જ.
ADVERTISEMENT
આ પહેલી વખત છે જ્યારે હું મારી માતાના ચરણ સ્પર્શ કર્યા વિના... એવું કહેતા જ ભાવુક થઈ ગયા મોદી
એક ઇંટરવ્યૂ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. અ વચ્ચે પીએમ મોદીએ તેમની માતા સાથેના તેમના સંબંધો વિષે વાતો કરી હતી. વર્ષ 2001માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કર્યા ત્યારે તેમણે માતા હીરાબાને આપેલા બે વચનો વિષે પણ ખુલાસો કર્યો હતો. પોતાના માતા વગરની આ ચૂંટણી (Lok Sabha Election 2024 Phase 3) માટે તેઓએ કહ્યું કે, "મારા જીવનનો આ પહેલો એવો વખત છે જ્યારે હું મારી માતાના ચરણ સ્પર્શ કર્યા વિના નોમિનેશન ફાઈલ કરવા જઈશ" પીએમ મોદીએ ભાવુક થઈને કહ્યું હતું.
મને મા ગંગાએ બોલાવ્યો છે- પીએમ મોદી
તેમણે એવું પણ કહ્યું કે, "આજે 140 કરોડ ભારતીયોના દેશમાં અને લાખો માતાઓએ મને જે રીતે પ્રેમ કર્યો છે, મને આશીર્વાદ આપ્યા છે, મને એમ જ લાગે છે કે મને મા ગંગાએ જ બોલાવ્યો છે"
વડા પ્રધાને હીરાબાએ સહન કરેલી મુશ્કેલીઓ અને બલિદાનો વિષે પણ ભાવુક થઈને વાતો કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે તેઓએ તેમને મહિલાઓ અને વંચિતો માટે કલ્યાણ કાર્યક્રમો વિકસાવવા પ્રેરિત કર્યા હતા.
પોતાને ગુનેગાર ગણાવ્યા પીએમ મોદીએ
Lok Sabha Election 2024 Phase 3: નરેન્દ્ર મોદીએ પોતાની માતા સાથેના સંબંધો વિષે વાત કરતાં કહ્યું હતું કે, "પ્રશ્ન માત્ર મારી માતાનો નથી. મારી માતાએ તો મને જન્મ આપ્યો, મને ઉછેર્યો, પરંતુ મને લાગે છે કે મેં મારી માતા સાથે અન્યાય કર્યો છે, કારણ કે એક માતા તેના બાળક પાસેથી જે સપનાઓ જુએ છે, તેવું કોઈ મારી માતાનું સપનું મેં પૂરું કર્યું નથી. બહુ જ નાની વયે હું ઘરેથી જતો રહ્યો હતો. એમ જોતાં તો હું એક રીતે ગુનેગાર છું.”