Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime News: વીજ બિલ મામલે થયેલી બોલાચાલીમાં ભાડૂઆતે ઘરમાલિકનું જ ઘર ભાંગ્યું, હથોડો મારી કરી હત્યા

Mumbai Crime News: વીજ બિલ મામલે થયેલી બોલાચાલીમાં ભાડૂઆતે ઘરમાલિકનું જ ઘર ભાંગ્યું, હથોડો મારી કરી હત્યા

07 May, 2024 12:46 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime News: સડેલી હાલતમાં લાશ મળ્યા બાદ પડોશીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને ત્યારે શંકા ગઈ હતી કે આ કુદરતી મૃત્યુ નથી

હત્યાની પ્રતીકાત્મક તસવીર

હત્યાની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ગોવંડીમાં બનેલી આ ઘટના ખૂબ જ દર્દનાક છે
  2. મૃતકના પિતરાઈ ભાઈને તેમના મૃત્યુ વિશે જાણ કરી હતી
  3. ઘરમાલિકને લાકડી અને હથોડાથી માર માર્યો હતો

અવારનવાર નજીવા મામલાને લઈને વિવાદ સર્જાતાં હોય છે અને પછી એ વિવાદ હત્યા (Mumbai Crime News) સુધી પણ પરિણમી જતાં હોય છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં વીજ બિલ ભરવાના વિવાદમાં ભાડુઆતે તેના મકાનમાલિકની જ હત્યા કરી નાખી છે. અ ભાડૂઆતે તેના ઘરમાલિકનું હથોડી મારીને મોત નિપજાવી કાઢ્યું હતું. ગોવંડીમાં બનેલી આ ઘટના ખૂબ જ દર્દનાક છે. 

બે દિવસ પછી મામલો સામે આવ્યો, આ રીતે 



તમને જણાવી દઈએ કે ગંભીર રીતે ઘવાયેલા ઘરમાલિકનું તેના નિવાસસ્થાને જ મોત (Mumbai Crime News) નીપજ્યું હતું. પરંતુ આ મામલો બે દિવસ પછી પ્રકાશમાં આવ્યો હતો. બન્યું એવું કે જ્યારે ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી. ત્યારે મામલાનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે શિવાજી નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે તેઓને ટેનામેન્ટના પહેલા માળેથી મૃતક ગણપતિ ઝાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં શિવાજી નગર પોલીસે 63 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે.


એક અધિકારીએ આ મામલે કહ્યું હતું કે “અમને લાશ બે દિવસ જૂની હોવાની શંકા ગઈ હતી. અમે મૃતકના પિતરાઈ ભાઈને તેમના મૃત્યુ વિશે જાણ કરી હતી” મૃતક ઝાના પિતરાઈ ભાઈ યોગેન્દ્ર ઝાએ લાશને પોસ્ટ મોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં જોઈ હતી.

તમને જણાવી દઈએ કે મૃતકની લાશ જમીન પર ઢળેલી પડી હતી. વળી તેના નાકમાંથી લોહી નીકળતું જણાતું હતું. અ લાશ સડી ગયેલી હાલતમાં જોવા મળી હતી. પોલીસે સૌપ્રથમ આકસ્મિક મૃત્યુ રિપોર્ટ (ADR) નોંધ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સડેલી હાલતમાં લાશ મળ્યા બાદ પડોશીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસને ત્યારે શંકા ગઈ હતી કે આ કુદરતી મૃત્યુ નથી. 


મકાનમાલિક સાથે થયો હતો ઝગડો

જ્યારે પોલીસે પડોશીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું હતું કે ભોંયતળિયે રહેતા ઝાના ભાડૂત અબ્દુલ શેખ સાથે વીજળીના બિલને લઈને ઝઘડો (Mumbai Crime News) થયો હતો. આ જ મામલે પોલીસને માહિતી આપવામાં આવી હતી.

પિતરાઇ ભાઈએ વાતનો ફોડ પડ્યો કે આ હત્યા હથોડાના ઘા ઝીકીને કરવામાં આવી હતી. જ્યારે મૃતકના પિતરાઈ ભાઈ દિનેશ ઝાએ પૂછપરછ કરી, ત્યારે તે સમજી ગયો કે ઘરમાલિકનો તેના ભાડુઆત સાથે વીજળીના બિલને લઈને ઝઘડો (Mumbai Crime News) થયો હતો. સ્થાનિક લોકોએ એવું પણ જણાવ્યું કે તેણે ગણપતિને લાકડી અને હથોડાથી માર માર્યો હતો. ત્યારબાદ દિનેશ ઝાએ શિવાજી નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તીરબદ અ સમગ્ર મામલો પોલીસે હત્યાનો ગુનો નોંધી અબ્દુલ શેખની ધરપકડ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK