Mumbai Water Cut: છ માર્ચ સવારે 10 વાગ્યાથી પંજરાપુરના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં વીજળી ગુલ થઈ જવાને લીધે શહેરમાં પાણીનો પુરવઠો ખંડિત થયો હતો.
ફાઇલ તસવીર
ભારે ગરમીને લીધે મહારાષ્ટ્ર અને મુંબઈમાં પાણીની સમસ્યા (Mumbai Water cut) નિર્માણ થઈ છે, તેમ જ મુંબઈ અને તેના આસપાસના અનેક ઉપનગરોમાં પાણી કાપ પણ થવા માંડી છે. દેશમાં ચોમાસુ શરૂ થવામાં હજુ એક મહિના કરતાં વધુ સમય બાકી છે, એવામાં મુંબઈગરાઓને આગામી અમુક સમય સુધી પાણીને વધુ સાચવીને વાપરવું પડશે. તાજેતરમાં એક અહેવાલ મુજબ મુંબઈમાં પાણીપુરવઠો કરતાં મુંબઈ મહાપાલિકા (BMC)ના પંજરાપુરમાં આવેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં (Mumbai Water cut) વીજળીનો પૂરતો પુરવઠો નહીં થવાણને લીધે મુંબઈના અનેક વિસ્તારોમાં છ માર્ચે પાણીની સમસ્યા નિર્માણ થઈ હતી. આ મામલે બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે મુંબઈના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોના ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યા નિર્માણ થઈ હતી.
બીએમસી દ્વારા મુંબઈના અમુક વિસ્તારોમાં નિર્માણ થયેલી પાણીની સમસ્યા અંગે માહિતી આપવામાં આવી હતી. બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે પંજરાપુરમાં આવેલા વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં વીજળીનો પુરવઠો ખંડિત થયાના એક કલાક બાદ પાણી પુરવઠો કરવા માટે એક વૈકલ્પિક સ્ત્રોત મારફત પાણી પહોંચાડવામાં આવ્યું હતું, પણ તેમ છતાં અનેક વિસ્તારોમાં પાણી આવ્યું નહોતું. ચર્ચગેટ, મરીન ડ્રાઇવ, કફ પરેડ, વરલી, માહિમ, માટુંગા અને દાદર વગેરે વિસ્તારોમાં પાણીની સમસ્યા નિર્માણ થઈ હતી. તે જ આજે પણ વિસ્તારમાં 10 ટકા પાણીકાપ (Mumbai Water cut) કરવામાં આવશે, જેથી મુંબઈના મુખ્ય વિસ્તારો સાથે ડોંગરી, ભીંડી બજાર, સેન્ડહર્સ્ટ રોડ તેમ જ સાયન, ભાયખલા, એન્ટોપ હિલ અને પાર્લા જેવા વિસ્તારોમાં પણ 20 ટકા જેટલું પાણીકાપ મૂકવામાં આવ્યો છે. મુંબઈના પાસશ્ચિમ ઉપનગરો જેમ કે બાન્દ્રાથી દહિસરમાં 10 ટકા પાણીકાપ અને પૂર્વ ઉપનગરો એટલે કે ભાયખલા-મુલુંડના વિસ્તારોમાં 20 ટકા પાણીકાપ કરવાનો નિર્ણય બીએમસી દ્વારા લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શહેરને પાણી પુરવઠો કરતાં પંજરાપુરના વોટર ફિલ્ટરેશન પ્લાન્ટની કુલ ક્ષમતા 100 એમએલડી છે, પણ હાલમાં પડઘા ખાતે આવેલા વીજળી પ્લાન્ટમાંથી 100 KV વીજળીનો પુરવઠો કરવામાં આવી રહ્યો છે, જે મુંબઈને પાણી પુરવઠો કરતાં સાત તળાવોના પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જોકે આ વીજળીનો પુરવઠો સવારે 10 વાગ્યાની આસપાસ અચાનકથી બંધ થઈ જતાં પાણીનું ફિલ્ટર બંધ થઈ જતાં પાણીના પુરવઠાને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. આ સમસ્યાને દૂર કરવા માટે પાલિકા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે અને એક વખત વીજળીનો પુરવઠો નિયમિત થયા બાદ આ સમસ્યા દૂર થશે.
દેશમાં લોકસભા ચૂંટણીને કારણે મુંબઈના વિસ્તારોમાં પાણી કાપ લાદવામાં નથી આવી રહ્યો, એવું કહેવામાં આવી રહ્યું છે. જોકે પાણીની પાઇપલાઇનને (Mumbai Water cut) બદલવાની કે તેના સમારકામ માટે વોટર પ્લાન્ટમાં વીજળીની અછત જેવા અનેક કારણો આપીને બીએમસી દ્વારા છેલ્લા બે મહિનામાં શહેરમાં અનેક વખત પાણીકાપ મૂકવામાં આવતો રહ્યો છે.

