મમ્મી, પહેલાં સેફ્ટી પછી શૂટિંગ!
મમ્મી, પહેલાં સેફ્ટી પછી શૂટિંગ!
કોરોનાની મહામારીમાં સાવચેતી રાખવી કેટલી જરૂરી છે એનો ખ્યાલ હવે બાળકોને પણ આવી ગયો છે. ૨૦ ઑક્ટોબરથી ઝીટીવી પર ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ નામની સિરિયલ શરૂ થવાની છે જેમાં સાસુ-વહુના સંબંધની અનોખી વાત છે. ‘કુમકુમ’ જૂહી પરમાર આ શોમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. કોરોનામાં શૂટિંગ કરવા બાબતે જૂહી ઉપરાંત તેની દીકરી સમાયરા પણ ચિંતિત છે એટલે જ શૂટના પહેલા દિવસે સમાયરાએ પોતાની મમ્મીને સૅનિટાઇઝર અને માસ્ક આપીને સુરક્ષા રાખવાનું કહ્યું!
જૂહી પરમાર કહે છે, ‘સમાયરા મને ઘરે યાદ કરે છે, પણ સામે ટીવી પર મને જોવા માટે એટલી જ ઉત્સાહી છે. મેં તેને પહેલી વખત શો વિશે કહ્યું તો તેને આશ્ચર્ય થયું કે કોરોના વચ્ચે મને શૂટ કરવું પડશે. શૂટના પહેલા દિવસે તેણે મને સાવચેતી રાખવાનું કહ્યું અને પોતાનું માસ્ક અને સૅનિટાઇઝાર મને આપી દીધું. આ જોઈને હું ભાવુક થઈ ગઈ. તે હાલમાં તો પોતાના ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ની પ્રીમિયર નાઇટના પ્લાનિંગમાં વ્યસ્ત છે.’