લગભગ ૧૮૬૪ લોકોએ પાંચ મિનિટ સુધી હિપ-હૉપ ડાન્સ કર્યો હતો
‘હિપ હૉપ ઇન્ડિયા’એ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે
ડાન્સ રિયલિટી શો ‘હિપ હૉપ ઇન્ડિયા’એ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. ઑન-ગ્રાઉન્ડ સૌથી વધુ લોકો ભેગા મળીને કરવામાં આવેલા હિપ-હૉપ ડાન્સનો નવો રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે. આ શો બહુ જલદી પ્રીમિયર થવાનો છે અને એને રેમો ડિસોઝા અને નોરા ફતેહી જજ કરી રહ્યાં છે. લગભગ ૧૮૬૪ લોકોએ પાંચ મિનિટ સુધી હિપ-હૉપ ડાન્સ કર્યો હતો. આ રેકૉર્ડ છેલ્લે અમેરિકાના અલબામાના હિપ-હૉપ ડાન્સર્સે બનાવ્યો હતો. તેમણે ૨૦૧૪માં ૧૬૫૮ ડાન્સર્સ સાથે મળીને હિપ-હૉપ ડાન્સ કર્યો હતો. આ ઇવેન્ટ ફિલ્મસિટીમાં યોજાઈ હતી, જેમાં રેમો ડિસોઝા અને નોરા ફતેહીએ હાજરી આપી હતી. આ વિશે નોરાએ કહ્યું કે ‘આ ઐતિહાસિક મૂવમેન્ટનો પાર્ટ બનવું એ મારા માટે નસીબની વાત હતી. ડાન્સની વાત હોય ત્યારે હું હંમેશાં કંઈક નવું અને અલગ કરવામાં વિશ્વાસ રાખું છું. જોકે અમે આ જે સિદ્ધિ મેળવી છે એ મારી દરેક અપેક્ષા કરતાં ઉપર છે. સૌથી મોટા હિપ-હૉપ પર્ફોર્મન્સનો દુનિયાભરમાં રેકૉર્ડ બનાવવો એ દરેક ઇન્ડિયન સ્ટ્રીટ ડાન્સર્સને એક મેસેજ છે.’


