ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે આ વ્યવસ્થાને કારણે કોર્ટ સામે જે સ્ટૅમ્પ-ડ્યુટીને લગતા સંખ્યાબંધ પેન્ડિંગ કેસ પડ્યા છે
ચંદ્રશેખર બાવનકુળે
વિધાનસભામાં ગઈ કાલે રાજ્ય સરકારે સર્વાનુમતે સ્ટૅમ્પ-ડ્યુટીને લગતા કાયદામાં બીજો સુધારો (અમેન્ડમેન્ટ) કર્યો હતો. એ અંતર્ગત પહેલાં સ્ટૅમ્પ-ડ્યુટીને લઈને થતા વિવાદમાં ન્યાય મેળવવા હાઈ કોર્ટમાં રિટ પિટિશનની અરજી કરવી પડતી હતી અને એ પછી એનો કેસ ચાલતો હતો. જોકે રાજ્ય સરકારે કરેલા હાલના સુધારાને કારણે હવે સ્ટૅમ્પ-ડ્યુટીના વિવાદમાં કોર્ટમાં જતાં પહેલાં રાજ્ય સરકારનો અપ્રોચ કરીને એને રજૂઆત કરી શકાશે.
રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ એ બિલ રજૂ કર્યું હતું. તેમણે મહારાષ્ટ્ર સ્ટૅમ્પ-ડ્યુટી ઍક્ટ ૧૯૫૮માં નવું 53B સેક્શન ઉમેરવા રજૂઆત કરી હતી. હવે નવી જોગવાઈઓ મુજબ જો કોઈ વ્યક્તિ ચીફ કન્ટ્રોલિંગ રેવન્યુ ઑથોરિટીના નિર્ણયથી અસંતુષ્ટ હોય તો તે એ ઑર્ડર આવ્યાના ૬૦ દિવસમાં એ સંદર્ભે રાજ્ય સરકારને અપીલ કરી શકે છે. એ અપીલ કરવા ફક્ત ૧૦૦૦ રૂપિયાની ફી લેવામાં આવશે અને એ કેસમાં ત્યાર બાદ સરકારનો નિર્ણય આખરી ગણાશે.
ADVERTISEMENT
ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું હતું કે આ વ્યવસ્થાને કારણે કોર્ટ સામે જે સ્ટૅમ્પ-ડ્યુટીને લગતા સંખ્યાબંધ પેન્ડિંગ કેસ પડ્યા છે એમાં ઘટાડો થશે અને લોકોના સમય તથા પૈસા બન્નેની બચત થશે.


