વધુ એક એન્જિનિયર ઍક્ટિંગમાં
ઐશ્વર્યા શર્મા
સ્ટાર પ્લસની નવી સિરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં પત્રલેખાનું કૅરૅક્ટર કરતી ઐશ્વર્યા શર્મા અને વિકી કૌશલ, આર. માધવન, સોનુ સૂદ, ક્રિતી સૅનન અને કાર્તિક આર્યન સાથે સીધો સંબંધ છે. બૉલીવુડના આ જાણીતા સ્ટાર્સ એન્જિનિયર છે અને એવી જ રીતે ઐશ્વર્યા શર્મા પણ એન્જિનિયર છે. ઐશ્વર્યા તો ઑલરેડી પાંચ ડિજિટની સૅલેરીવાળી શાંતિની જૅબ પણ કરતી હતી અને ઇલેક્ટ્રૉનિક્સ એન્જિનિયરના પદ પર પણ હતી અને એમ છતાં જૉબ છોડીને તે ઍક્ટિંગના ફીલ્ડમાં આવી છે. ઐશ્વર્યા કહે છે, ‘મને ક્લાસિકલ ડાન્સમાં પીએચડી કરવાની ઇચ્છા હતી, પણ એ પછી પપ્પાએ મને સમજાવ્યું કે કરીઅરને એક વખત બરાબર સેટ કરીને એ ફીલ્ડમાં તારે જવું જોઈએ. મેં તેમની વાત માની અને એન્જિનિયરિંગ કર્યું અને એ પછી પણ પપ્પા જ હતા જેમણે મને મારા મનની વાત યાદ કરાવી અને મેં ક્લાસિકલ ડાન્સને બદલે ઍક્ટિંગની લાઇનમાં આગળ વધવાનું વિચાર્યું. હું બધાને કહીશ કે એક વખત એજ્યુકેશન બરાબર પૂરું કરવું જોઈએ જેથી ઇમર્જન્સીમાં એજ્યુકેશન કામ લાગી શકે.’
ઐશ્વર્યા શર્મા જે પાત્ર ભજવે છે એ પત્રલેખાની લાઇફમાં પણ ઇમર્જન્સી આવે છે અને એ ઇમર્જન્સી વચ્ચે પત્રલેખા શું નિર્ણય લઈ કેવી રીતે કરીઅરની ચૅલેન્જને ઉપાડે છે એની વાત ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં દર્શાવવામાં આવી છે.