દિલજિત દોસંજનો ફેવરિટ રૅપર છે રફતાર
દિલજિત દોસંજ
દિલજિત દોસંજનો ફેવરિટ રૅપર રફતાર છે એવું તેણે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ના શોમાં જણાવ્યું હતું. દિલજિત અને ક્રિતી સૅનન હાલમાં જ ‘અર્જુન પટિયાલા’ના પ્રમોશન માટે ઝી ટીવી પર આવતા આ રિયિલટી શોમાં પહોંચ્યાં હતાં. આ શોમાં કરીના કપૂર ખાન, બૉસ્કો અને રફતાર જજિસની જવાબદારી સંભાળી રહ્યાં છે. આ શો ૨૦ જુલાઈએ ૮ વાગ્યે જોવા મળશે. રૅપર રફતારની પ્રશંસા કરતાં દિલજિતે કહ્યું હતું કે ‘મેં જ્યારથી તારું મ્યુઝિક સાંભળ્યું છે તું મારો ફેવરિટ બની ગયો છે.
આ પણ વાંચો : ટેલિવિઝન પર કમબૅક કરનાર સિમોન સિંહ બહૂ બેગમ મળવાથી બહુ ખુશ છે
ADVERTISEMENT
કલાકાર જે રૅપ ગાય, પોતે લિરિક્સ લખે તે પ્રશંસાને પાત્ર છે અને રફતાર એમાંનો જ એક છે. તું એક સંપૂર્ણ કલાકાર છે જે ડાન્સ કરી શકે છે, રૅપ ગાવાની સાથે જ પર્ફોર્મ પણ કરી શકે છે. અમને સૌને તારા પર ગર્વ છે.’