BMCના સફાઈ-કર્મચારીનાં પત્ની મનીષા ખાખડિયાએ મુંબઈ સાઉથ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે
ઉમેદવારી નોંધાવ્યા પછી પોતાના સમર્થકો સાથે મનીષા ખાખડિયા.
આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના એક સફાઈ-કર્મચારીની પત્ની મનીષા ખાખડિયાએ મુંબઈ સાઉથની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવ્યું છે. સફાઈ-કર્મચારીઓને પોતાનું ઘર અને BMCમાં નોકરી મળે એ માટે તેમના અધિકારને રક્ષવાના સંકલ્પ સાથે મનીષા ખાખડિયા ચૂંટણીજંગમાં ઊતર્યાં છે.