ટેલિવિઝન પર કમબૅક કરનાર સિમોન સિંહ બહૂ બેગમ મળવાથી બહુ ખુશ છે

Published: Jul 18, 2019, 11:09 IST

સિમોન સિંહ કલર્સ પર શરૂ થયેલા નવા શો ‘બહૂ બેગમ’થી કમબૅક કરવાને લઈને ખુશ છે.

સિમોન સિંહ
સિમોન સિંહ

સિમોન સિંહ કલર્સ પર શરૂ થયેલા નવા શો ‘બહૂ બેગમ’થી કમબૅક કરવાને લઈને ખુશ છે. આ શો પ્રેમ અને સંબંધો પર પ્રકાશ પાડે છે. ૧૫ જુલાઈથી શરૂ થયેલી આ નવી સિરિયલમાં રઝ‌િયાના પાત્રમાં સિમોન જોવા મળશે. આ શો વિશે સિમોન સિંહે કહ્યું હતું કે ‘આ શોમાં પ્રેમની સાથે જ નારાજગી અને સમસ્યાઓનો કેવી રીતે સામનો કરવો પડે છે એ વિશે દેખાડવામાં આવશે. ‘બહૂ બેગમ’માં મારું પાત્ર એક એવી મહિલાનું છે જે એકલી પોતાના બાળકનો ઉછેર કરે છે. તે એક સશક્ત અને સ્વતંત્ર મહિલા છે. મેં ટેલિવિઝનથી મારી ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. લોકો તરફથી મને આજે પણ ભરપૂર પ્રેમ અને ટેકો મળી રહ્યા છે. એનાથી હું ખુશ છું. આ શોમાં કામ કરવાને લઈને હું ખુશ છું. હું લોકો તરફથી મળનાર પ્રતિક્રિયાની રાહ જોઈ રહી છું.’

આ શોમાં દેખાડવામાં આવ્યું છે કે અર્જિત તનેજા જે અઝાનનું પાત્ર ભજવી રહ્યો છે તેને બે લગ્ન કરવાં પડે છે. તેની આ જર્નીને આ શોમાં દેખાડવામાં આવશે. નૂરની ભૂમિકામાં સમીક્ષા જયસ્વાલ અને શાયરાના પાત્રને ડાયના ખાન સાકાર કરશે. આ સિરિયલથી ટેલિવિઝન ક્ષેત્રે એન્ટ્રી કરનાર ડાયનાએ કહ્યું હતું કે ‘આ મારો પહેલો ટેલિવિઝન શો છે. હું કલર્સ અને અનુભવી કલાકારો સાથે કામ કરવા માટે ઉત્સુક છું.

આ પણ વાંચો : Nach Baliye 9ના સેટ પર રાહુલ મહાજનને પડ્યો લાફો, આ છે કારણ

શાયરા એક શિક્ષ‌િત અને આધુનિક મહિલા હોવાની સાથે ભાવુક પણ છે. તે અઝાનના પ્રેમમાં પાગલ છે. જોકે નસીબમાં કંઈક અલગ જ લખ્યું હોય છે જે તેનાં સપનાંઓને નષ્ટ કરી દે છે. ત્યાર બાદ તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK