બિદિતા બેગ અને શક્તિ આનંદ અભય 2માં
ઝીફાઇવની પૉપ્યુલર વેબ-સિરીઝ ‘અભય’ના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે. કુણાલ ખેમુ સ્ટારર આ શોની પહેલી સીઝન જ્યાં અટકી હતી ત્યાંથી જ બીજી સીઝનની શરૂઆત થશે. આ શોમાં કુણાલ ખેમુ SSP (સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) અભય પ્રતાપ સિંહના લીડ રોલમાં છે જે એક બુદ્ધિશાળી પોલીસ ઑફિસર હોય છે અને કેસ સૉલ્વ કરવા માટે આકાશ-પાતાળ એક કરી નાખે છે.
‘અભય’ની પહેલી સીઝનમાં કુણાલ ખેમુ ઉપરાંત ઋતુરાજ સિંહ, એલનાઝ નરોઝી, દીપક તિજોરી, સંદીપા ધર, માનિની મિશ્રા, નમિત દાસ વગેરે કલાકારો હતા. તો બીજી સીઝનમાં આશા નેગી (પવિત્ર રિશ્તા), રામ કપૂર (બડે અચ્છે લગતે હૈ), ચંકી પાંડે (હાઉસફુલ) ઉપરાંત શક્તિ આનંદ અને બિદિતા બેગની એન્ટ્રી પણ થઈ છે. સ્ટાર પ્લસની ‘સારા આકાશ’ સિરિયલથી જાણીતો બનેલો અભિનેતા શક્તિ આનંદ ‘અભય 2’માં ડીસીપી તરીકે જોવા મળશે. તો ‘બાબુમોશાય બંદૂકબાઝ’ ફેમ અભિનેત્રી બિદિતા બેગ પણ મહત્ત્વનો રોલ કરશે.