Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝી સિને અવૉર્ડ્‍સ 2025માં કાર્તિક આર્યનનો ડબલ સપાટો, શ્રદ્ધા બની બેસ્ટ ઍક્ટ્રેસ

ઝી સિને અવૉર્ડ્‍સ 2025માં કાર્તિક આર્યનનો ડબલ સપાટો, શ્રદ્ધા બની બેસ્ટ ઍક્ટ્રેસ

Published : 19 May, 2025 01:00 PM | Modified : 20 May, 2025 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટરને ચંદુ ચૅમ્પિયન માટે બેસ્ટ ઍક્ટર (ક્રિટિક) અને ભૂલભુલૈયા 3 માટે વ્યુઅર ચૉઇસ બેસ્ટ ઍક્ટર (મેલ) અવૉર્ડ આપવામાં આવ્યો

કાર્તિક આર્યન,  ક્રિતી સૅનન, શ્રદ્ધા કપૂર, તમન્ના ભાટિયા, વિક્રાન્ત મેસી,  રાશા થડાણી, ફાતિમા સના શેખ, જયદીપ અહલાવત, રશ્મિકા મંદાના

કાર્તિક આર્યન, ક્રિતી સૅનન, શ્રદ્ધા કપૂર, તમન્ના ભાટિયા, વિક્રાન્ત મેસી, રાશા થડાણી, ફાતિમા સના શેખ, જયદીપ અહલાવત, રશ્મિકા મંદાના


ઝી સિને અવૉર્ડ્‍સ 2025નું આયોજન ૧૭ મેએ વરલીના નૅશનલ સ્પોર્ટ્‍સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI) ડોમમાં કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં તમન્ના ભાટિયા, રશ્મિકા મંદાના, ક્રિતી સૅનન, રાશા થડાણી, જેકલિન ફર્નાન્ડિસ, બૉબી દેઓલ, શનાયા કપૂર, ટાઇગર શ્રોફ, જયદીપ અહલાવત અને સૂરજ પંચોલી જેવાં સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. આ શોના હોસ્ટની જવાબદારી વિક્રાન્ત મેસી અને અપારશક્તિ ખુરાનાએ નિભાવી હતી. આ ફંક્શનમાં કાર્તિક આર્યન અને અનન્યા પાંડેના ધમાકેદાર પર્ફોર્મન્સે લોકોનાં દિલ જીતી લીધાં હતાં.



જૅકલિન ફર્નાન્ડિસ


ઝી સિને અવૉર્ડ્‍સ 2025માં કાર્તિક આર્યને અનોખી સિદ્ધિ મેળવી છે. આ વર્ષે કાર્તિકને ‘ચંદુ ચૅમ્પિયન’ માટે બેસ્ટ ઍક્ટર (ક્રિટિક) અને ‘ભૂલભુલૈયા 3’ માટે વ્યુઅર ચૉઇસ બેસ્ટ ઍક્ટર (મેલ) અવૉર્ડ આપવામાં આવ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં વ્યુઅર ચૉઇસ બેસ્ટ ઍક્ટર (ફીમેલ)નો અવૉર્ડ શ્રદ્ધા કપૂરને ‘સ્ત્રી 2’ માટે એનાયત કરવામાં આવ્યો હતો. કાર્તિકે ‘ચંદુ ચૅમ્પિયન’ માટે મળેલો બેસ્ટ ઍક્ટર (ક્રિટિક) અવૉર્ડ સશસ્ત્ર દળોને સમર્પિત કર્યો છે.


શર્વરી  વાઘ

કાર્તિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ સિદ્ધિને પોતાની કરીઅરની ‘રૅર અને ગૌરવપૂર્ણ ક્ષણ’ ગણાવીને ક્રિટિક અને દર્શક બન્નેનો આભાર માન્યો છે. કાર્તિકે પોતાના અકાઉન્ટમાં ટ્રોફી સાથેની તસવીર શૅર કરીને લખ્યું છે, ‘સમઝ રહે હો ના! ક્રિટિક્સ અને પૉપ્યુલર બન્ને જીતી ગયા. ઍક્ટરના જીવનમાં રૅર ક્ષણ. ‘ચંદુ ચૅમ્પિયન’ માટે બેસ્ટ ઍક્ટર (ક્રિટિક) અને ‘ભૂલભુલૈયા 3’ માટે વ્યુઅર ચૉઇસ બેસ્ટ ઍક્ટર (મેલ). ૨૦૨૪ યાદ રાખવાલાયક વર્ષ #આભાર @zeecineawards.’

અવૉર્ડ ફંક્શનમાં અલગ-અલગ કૅટેગરીના વિજેતા પ્રમાણે છે

ઝી સિને અવૉર્ડ્‍સના વિજેતાઓ

બેસ્ટ ઍક્ટર ઇન નેગેટિવ રોલ

જયદીપ અહલાવત (મહારાજ)

બેસ્ટ ઍક્ટ્રેસ ઇન કૉમિક રોલ (ફીમેલ)

ક્રિતી સૅનન (તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા)

બેસ્ટ ઍક્ટ્રેસ ઇન કૉમિક રોલ (મેલ)

અપારશક્તિ ખુરાના અને અભિષેક બૅનરજી (સ્ત્રી 2)

બેસ્ટ સર્પોર્ટિંગ ઍક્ટર (મેલ)

રવિ કિશન (લાપતા લેડીઝ)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર ( ફીમેલ)

માધુરી દીક્ષિત (ભૂલભુલૈયા 3)

ઝીફાઇવ બેસ્ટ ઍક્ટર (મેલ)

વિક્રાન્ત મેસી (સેક્ટર 36)

ઝીફાઇવ આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ બાય યંગ ટૅલન્ટ

શર્વરી

બેસ્ટ ઍક્ટર (ક્રિટિક)

વિક્રાન્ત મેસી (સેક્ટર 36) અને કાર્તિક આર્યન (ચંદુ ચૅમ્પિયન)

વ્યુઅર ચૉઇસ બેસ્ટ સૉન્ગ

આજ કી રાત ( સ્ત્રી 2)

વ્યુઅર ચૉઇસ બેસ્ટ ડિરેક્ટર

અમર કૌશિક ( ફીમેલ 2) અને કિરણ રાવ (લાપતા લેડીઝ)

વ્યુઅર ચૉઇસ બેસ્ટ ફિલ્મ

સ્ત્રી 2

વ્યુઅર ચૉઇસ બેસ્ટ ઍક્ટર (મેલ)

કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3)

વ્યુઅર ચૉઇસ બેસ્ટ ઍક્ટર ( ફીમેલ)

શ્રદ્ધા કપૂર (સ્ત્રી 2)

બ્લૅક બ્યુટીઝ વચ્ચે કલરફુલ ક્રિતી સૅનન અને રાશા થડાણી

૧૭ મેએ વરલીના નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI) ડોમ ખાતે ઝી સિને અવૉર્ડ્સ 2025નું આયોજન થયું હતું. આ ફંક્શનમાં બૉલીવુડની સુંદરીઓએ ફૅશનેબલ આઉટફિટ પહેરીને હાજરી આપી હતી. આ ફંક્શનમાં હાજરી આપવા આવેલી જૅકલિન ફર્નાન્ડિસ, ફાતિમા સના શેખ, શર્વરી અને તમન્ના ભાટિયા જેવી ઍક્ટ્રેસે બ્લૅક આઉટફિટ પહેરીને ગ્લૅમરસ લુક અપનાવ્યો હતો અને તેમની વચ્ચે કલરફુલ વસ્ત્રો પહેરીને આવેલી ક્રિતી સૅનન અને રાશા થડાણી અલગ જ તરી આવતી હતી.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK