Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: કપાટ સવારે ૪ વાગ્યે ખૂલશે, રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે

રામ મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર: કપાટ સવારે ૪ વાગ્યે ખૂલશે, રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે

Published : 02 November, 2026 10:59 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરના કપાટ હવે ૩.૪૫ વાગ્યાને બદલે સવારે ૪ વાગ્યે ખૂલશે. ભક્તો સવારે ૭ વાગ્યાથી રામલલાનાં દર્શન કરી શકશે

દિવાળી પહેલાં જ શનિવારે અયોધ્યામાં રામ મંદિર રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.

દિવાળી પહેલાં જ શનિવારે અયોધ્યામાં રામ મંદિર રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.


શિયાળાના આગમનથી દિવસો ટૂંકા થયા હોવાથી પહેલી નવેમ્બરથી અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શન અને આરતીનો નવો સમય લાગુ કરવામાં આવ્યો છે. મંદિરના કપાટ હવે ૩.૪૫ વાગ્યાને બદલે સવારે ૪ વાગ્યે ખૂલશે. ભક્તો સવારે ૭ વાગ્યાથી રામલલાનાં દર્શન કરી શકશે.
નવા સમયપત્રક મુજબ મંગળા આરતી સવારે ૪.૩૦ વાગ્યે અને શ્રૃંગાર આરતી સવારે ૬.૩૦ વાગ્યે થશે. રામલલા બપોરે ૧૨.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધી આરામ કરશે. અગાઉ આરામનો સમય ૩૦ મિનિટનો હતો.
સાંજે અને રાત્રે ભક્તો રાત્રે ૯.૧૫ વાગ્યા સુધી દર્શન કરી શકશે. આ પછી શયન આરતી રાત્રે ૯.૩૦ વાગ્યે કરવામાં આવશે અને મંદિરનાં કપાટ રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે. અગાઉ કપાટ સવારે ૩.૪૫ વાગ્યે ખૂલતાં હતાં અને રાત્રે ૧૦.૩૦ વાગ્યે બંધ થતાં હતાં.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મીડિયા સલાહકાર સુભાષ ચંદ્ર સિંહના જણાવ્યા અનુસાર હવામાન અનુસાર મુખ્ય પૂજારી આચાર્ય કેશવ દ્વારા નવું ટાઇમટેબલ તૈયાર કરવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 10:59 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK