Katrina Kaifના આ પિંક ડ્રેસની કિંમત જાણીને ચોંકી જશો આપ
Katrina Kaifના આ પિંક ડ્રેસની કિંમત જાણીને ચોંકી જશો આપ
બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફની તસવીર હોય કે વીડિયો તમામ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એમાં કોઈ શક નથી કે કેટરીનાની અદાઓનો કોઈ જવાબ નથી.
હાલમાં જ કેટરીનાએ લેકમે ફેશન વીકમાં પણ પોતાની અદાઓથી બધા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કેટરીના લેકમે ફેશન વીકમાં મનીષ મલ્હોત્રાનું ડિઝાઈન કરેલું ગોલ્ડન વર્ક વાળો બ્લેક લહેંગો પહેરીને કમાલ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તેમને ખૂબ જ પ્રશંસા મળી હતી. આ લહેંગામાં કેટરીના ગજબની ખૂબસબૂરત લાગી રહી હતી.
આ પહેલી વાર નથી જ્યારે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ડિઝાઈન્સ માટે કેટરીનાનો ખાસ પ્રેમ દેખાયો હોય. આ એક્ટ્રેસને ઘણીવાર મનીષ મલ્હોત્રાના ડિઝાઈનમાં સ્પોટ કરવામાં આવી છે. બ્લેક લહેંગામાં શો સ્ટોપર બન્યા બાદ કેટરીનાનો જાદૂ આફ્ટર પાર્ટીમાં પણ યથાવત રહ્યો.
ADVERTISEMENT
મનીષ મલ્હોત્રાએ પોતાના શો બાદ એક પાર્ટી રાખી હતી. જેમાં કેટરિના પેસ્ટલ પિંક કલરની બૉડીકૉન ડ્રેસમાં નજર આવી હતી. જે સાથે તેમણે ગોલ્ડન હીલ્સ પહેરી હતી.
આ પણ જુઓઃ Ishani Daveના આ ફોટોસ જોઈને તમને પણ થશે બિસ્તરા પોટલાં બાંધીને ફરવા જવાનું મન
કેટરીના જે પણ પહેરતી હતી તેમાં તે કમાલ દેખાઈ છે. એવી જ તે આ પિંક ડ્રેસમાં લાગી રહી છે. પરંતુ તેના લૂકથી વધુ હેરાન કરનારી તેના આ ડ્રેસની કિંમત છે. કેટરીનાએ જે પિંક ડ્રેસ પહેરી છે તે લક્ઝરી ડિઝાઈનર ડૉલ્ચે એન્ડ ગોબાના, જેની કિંમત 2, 26, 200 રૂપિયા છે.