વિવેક ઑબેરૉય ડિરેકટર નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાવણના નાના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવી રહ્યો છે.
વિવેક ઑબેરૉય
વિવેક ઑબેરૉય ડિરેકટર નિતેશ તિવારીની ‘રામાયણ’માં રાવણના નાના ભાઈ વિભીષણની ભૂમિકા ભજવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેણે આ ફિલ્મની તેની ફી કૅન્સરપીડિત બાળકોની સારવાર માટે ડોનેટ કરી દીધી છે. વિવેકને તેની આ ફિલ્મ માટે ભારે અપેક્ષા છે અને તેનું માનવું છે કે ‘રામાયણ’ દ્વારા પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા અને ડિરેક્ટર નિતેશ તિવારી ભારતીય સિનેમાને વૈશ્વિક પ્લૅટફૉર્મ પર લઈ જઈ રહ્યા છે.
વિવેક ઑબેરૉયે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાને કહ્યું હતું કે હું આ ફિલ્મ માટે એક પણ પૈસો નથી લેવા માગતો અને આખી ફી કૅન્સરથી પીડાતાં બાળકોની મદદ માટે ડોનેટ કરવા ઇચ્છું છું. મેં તેમને કહ્યું કે હું આ ફિલ્મનો હિસ્સો બનવા માગું છું કારણ કે મને આ કામ પસંદ છે. મને લાગે છે કે આ ભારતીય સિનેમાને વૈશ્વિક તબક્કા પર લઈ જશે અને ધૂમ મચાવશે.’


