આ વિડિયો તેની એન્ટ્રીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેની ‘પઠાન’એ ખૂબ ધમાલ મચાવી છે અને હવે તે ‘જવાન’ લઈને આવી રહ્યો છે
શાહરુખની ‘જવાન’નો વિડિયો થયો લીક
શાહરુખ ખાનની ‘જવાન’નો એક વિડિયો લીક થયો છે. આ વિડિયો તેની એન્ટ્રીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. તેની ‘પઠાન’એ ખૂબ ધમાલ મચાવી છે અને હવે તે ‘જવાન’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મને સાઉથનો ફિલ્મમેકર એટલી ડિરેક્ટ કરી રહ્યો છે. આ જે વિડિયો રિલીઝ થયો છે એમાં તે ફાઇટ કરતો જોવા મળી રહ્યો છે. જોકે ગણતરીની મિનિટમાં એને ઇન્ટરનેટ પરથી બ્લૉક કરી દેવામાં આવ્યો છે. તેણે બ્લુ પૅન્ટ અને બ્લુ શર્ટ પહેર્યાં હતાં. આ વિડિયોને લઈને તેના ફૅન્સ ખૂબ ખુશ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘બાપ રે બાપ, શાહરુખ ખાનનો ‘જવાન’નો વિડિયો લીક થયો છે. કિંગ ઑફ બૉક્સ ઑફિસ. ક્યા બાપ, લેવલ કી મૂવી લા રહે હો. આ ફિલ્મ માટે ખૂબ આતુર છીએ. આ ફિલ્મ દરેક રેકૉર્ડ તોડશે.’
અન્ય એક યુઝરે લખ્યું કે ‘તેની ‘પઠાન’ એક ટીઝર હતું. ખરી માસ ઍક્શન ફિલ્મ તો ‘જવાન’ છે. એસઆરકે અગાઉ ક્યારેય જોવા નહીં મળ્યો હોય એવા અવતારમાં છે.’
ADVERTISEMENT
પઠાન’નું ડિલીટ કરેલું દૃશ્ય ઓટીટી પર થશે રિલીઝ
શાહરુખ ખાનની ‘પઠાન’નાં કેટલાંક ડિલીટ કરાયેલાં દૃશ્યો ઓટીટી પર રિલીઝ કરવામાં આવે એવી શક્યતા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મે ખૂબ ધમાલ મચાવી છે. આ ફિલ્મ ૨૫ એપ્રિલે ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે જૉન એબ્રાહમ, દીપિકા પાદુકોણ અને ડિમ્પલ કાપડિયાએ કામ કર્યું છે. આ ફિલ્મમાં શાહરુખનું એક દૃશ્ય કાઢી નાખવામાં આવ્યું હતું. તેનું કોઈ નામ નથી, પરંતુ તે એક થિયેટરમાંથી મળી આવ્યો હતો અને એ થિયેટરનું નામ નવરંગ હતું. આ દૃશ્યનો ઓટીટી વર્ઝનમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે.
519.50
‘પઠાન’ના હિન્દી વર્ઝને ગુરુવાર સુધી આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે


