Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `ભોલા`માંથી તબુનો જોરદાર પોલીસ લૂક વાયરલ, અજયે કહ્યું, `એક ખાકી- સો શૈતાન`

`ભોલા`માંથી તબુનો જોરદાર પોલીસ લૂક વાયરલ, અજયે કહ્યું, `એક ખાકી- સો શૈતાન`

17 January, 2023 04:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિલ્મ `ભોલા`ના તબુના લૂકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તબુ આંખો પર ગોગલ્સ અને હાથમાં બંદૂક સાથે ખૂબ જ ઇન્ટેન્સ લૂકમાં જોવા મળી રહી છે.

ભોલા ફિલ્મમાંથી તબુનો લૂક

ભોલા ફિલ્મમાંથી તબુનો લૂક


ફિલ્મ `દ્રશ્યમ 2` (Drishyam 2)થી લોકોનું મનોરંજન કર્યા બાદ અજય દેવગન (Ajay Devgn)આગામી ફિલ્મ `ભોલા` (Bholaa) લઈને આવી ગયા છે. આ ફિલ્મનું ટીઝર 22 નવેમ્બરે રિલીઝ થયું હતું. હાથમાં શ્રીમદ ભાગવત ગીતા અને કપાળ પર રાખ લગાવતા જોવા મળતા અજય દેવગનનો આ લુક ચાહકો માટે આશ્ચર્યજનક હતો. હવે તાજેતરમાં જ ફિલ્મ `ભોલા`માંથી તબુનો બોલ્ડ ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો છે.

ફિલ્મ `ભોલા`ના તબુના લૂકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તબુ આંખો પર ગોગલ્સ અને હાથમાં બંદૂક સાથે ખૂબ જ ઇન્ટેન્સ લૂકમાં જોવા મળી રહી છે. તબુનું પોસ્ટર શેર કરતા અજયે લખ્યું, `એક ખાકી-સૌ શૈતાન`. અજયનું પોસ્ટર રિલીઝ થયા બાદ જ આ પોસ્ટર સોશિયલ મીડિયાના ટ્રેન્ડિંગ લિસ્ટનો એક ભાગ બની ગયું છે, એટલે કે `દ્રશ્યમ` પછી અજય અને તબ્બુ ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળશે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


આ પણ વાંચો: અજય દેવગનના ભત્રીજાને લૉન્ચ કરશે અભિષેક કપૂર


આ પહેલા `ભોલા` ફિલ્મમાંથી અજય દેવગણનું પોસ્ટર રિલીઝ થઈ ચુક્યું છે, જેને શેર કરતાં અજય દેવગને કેપ્શનમાં લખ્યું હતું કે `આ કળયુગમાં આવી રહ્યો છે ભોલા.` ફિલ્મ દ્રશ્યમ બાદ આ મોશન પોસ્ટરમાં તબુ એક પોલીસ અધિકારીના રૂપમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં ફેન્સ તબુના લૂકની ખુબ જ પ્રશંસા કરી રહ્યાં છે. તબુનો લૂક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. 

ફિલ્મ `ભોલા` એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે, જેમાં અજય દેવગન એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મના નિર્દેશક અને નિર્માતા અજય દેવગન છે. આ ફિલ્મનું ટીઝર થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું હતું. હવે ફિલ્મના કેટલાક વધુ મોશન પોસ્ટર સામે આવ્યા છે, જેમાં અજય દેવગન બાદ તબુનો પોલીસ ઓફિસર લુક જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 30 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK