Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાથમાં જ ઓગળી જાય તો એ વરખ સાચો

હાથમાં જ ઓગળી જાય તો એ વરખ સાચો

Published : 06 November, 2026 09:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાંદીના વરખવાળી મીઠાઈ લેતી વખતે શું ધ્યાન રાખશો એ જણાવ્યું તુકારામ મુંઢેએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળીમાં મીઠાઈ ખરીદતી વખતે સાવચેતી રાખવાની સૂચના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ આપી છે. તેમણે કહ્યું છે કે બે દિવસ કરતાં વધુ જૂની મીઠાઈ લેવાનું ટાળો, લેબલ અને મૅન્યુફૅક્ચરિંગ ડેટ જોઈને જ મીઠાઈ લો.  

તુકારામ મુંઢેએ કહ્યું હતું કે ‘જરૂર પૂરતી જ મીઠાઈ ખરીદો. બેથી ૩ દિવસ જૂની મીઠાઈ જ લો. એ કરતાં વધુ જૂની મીઠાઈ કે માવો લેવાનું ટાળો. મીઠાઈ બનાવનારાઓએ અને દુકાનદારોએ પણ આ બાબતે કાળજી લેવી જરૂરી છે. વધુ ભડક રંગની મીઠાઈ ન ખરીદો. ચાંદીના વરખવાળી મીઠાઈ લેતી વખતે વરખ હાથમાં લઈને તપાસી જુઓ. જો એ હાથમાં જ ઓગળી જાય તો એ વરખ સાચો અને જો એ લંબાઈ જાય અને ફૉઇલ બનવા માંડે તો એ ઍલ્યુમિનિયમનો વરખ હોઈ શકે. સોનાના વરખવાળી મીઠાઈ લેતી વખતે પણ કાળજી રાખો. તહેવારોમાં અમે રાજ્યવ્યાપી અભિયાન ચલાવી રહ્યા છીએ. એ અંતર્ગત પહેલી સપ્ટેમ્બરથી ત્રીજી નવેમ્બર સુધીમાં ૯૫૪ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ૬૪.૪૫ કરોડ રૂપિયાની ૩૮૯ ટન ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ૯૬૬૭ એસ્ટૅબ્લિશમેન્ટની ચકાસણી કરી છે, ૪૬૦૩ એસ્ટૅબ્લિશમેન્ટને નોટિસ આપવામાં આવી છે અને ૮૮૩૫ સૅમ્પલ ચેક કરવા કલેક્ટ કર્યાં છે.’



તાજેતરમાં થયેલી કાર્યવાહી 
 ૧૫ ઑક્ટોબરથી ૩ નવેમ્બર સુધીમાં ૩૩૩૨ ફૂડ-એસ્ટૅબ્લિશમેન્ટની ચકાસણી
 ૧૫૦૧ એસ્ટૅબ્લિશમેન્ટને નોટિસ
 ૩૨૬ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં 
 ૧૫ એસ્ટૅબ્લિશમેન્ટનાં લાઇસન્સ કૅન્સલ કરવામાં આવ્યાં
 ૧૮૨૮ ટન ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી
 દિવાળીને ધ્યાનમાં રાખીને બીજાં રાજ્યોમાંથી આવેલો માવો, દૂધ, પનીર, ખાવાનું તેલ, ખાવાના રંગ અને અન્ય સામગ્રીઓની ચકાસણી કરવામાં આવી 


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK