શુક્રવાર, 6 નવેમ્બર, 2026ના રોજ, સલમાન ખાન તેની આગામી ફિલ્મ `માતૃભૂમિ: મે વૉર રૅસ્ટ ઇન પીસ` (Matrubhumi: May War Rest in Peace) ના ટ્રેલર લૉન્ચ કાર્યક્રમમાં આવ્યો હતો. મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન, તેણે મીડિયા સાથે વાત કરી.
સલમાન ખાન (તસવીર: મિડ-ડે)
બૉલિવૂડ અભિનેતા સલમાન ખાને રણબીર કપૂરની ફિલ્મ `રામાયણ` અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેણે સૂચન કર્યું કે આ ફિલ્મ વિશેની ચર્ચા તેના બજેટ કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) ને બદલે તેની વાર્તા અને પાત્રો પર કેન્દ્રિત હોવી જોઈએ. સલમાને ભારપૂર્વક કહ્યું કે પ્રેક્ષકો અને ફિલ્મ ઉદ્યોગ બન્નેએ `રામાયણ`ના મૂળ તત્વ પર ધ્યાન આપવું જોઈએ. શુક્રવાર, 6 નવેમ્બર, 2026ના રોજ, સલમાન ખાન તેની આગામી ફિલ્મ `માતૃભૂમિ: મે વૉર રૅસ્ટ ઇન પીસ` (Matrubhumi: May War Rest in Peace) ના ટ્રેલર લૉન્ચ કાર્યક્રમમાં આવ્યો હતો. મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન, તેણે મીડિયા સાથે વાતચીત કરી, જ્યાં તેને રણબીર કપૂરની `રામાયણ` વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો.
સલમાન ખાને શું કહ્યું?
ADVERTISEMENT
સલમાને ટિપ્પણી કરી, "`રામાયણ` વિશેની ચર્ચા `રામાયણ`ના સંદર્ભમાં જ હોવી જોઈએ. મારું માનવું છે કે વાતચીત `રામાયણ` પર કેન્દ્રિત હોવી જોઈએ, ન કે VFX કે નિર્માણ ખર્ચ પર. મને નથી લાગતું કે 4,000 કરોડના બજેટ પર ધ્યાન આપવું અને સતત VFX વિશે વાત કરવી યોગ્ય છે. મને લાગે છે કે `રામાયણ`ની ચર્ચા `રામાયણ`ના પરિપ્રેક્ષ્યમાં જ થવી જોઈએ—VFX કે નિર્માણ ખર્ચના સંદર્ભમાં નહીં. ચર્ચા રામ, રાવણ અને સીતા વિશે હોવી જોઈએ."
આ ફિલ્મનું બજેટ 4,000 કરોડ રૂપિયા છે
#SalmanKhan showing his support on #Ramayana movie ? Main chahta hon ke log bas Ramayana ki charcha kare, woh deserves karte hai #MaatrubhumiTrailer https://t.co/PgTFEQYg9k
— Filmy_Duniya (@ayaanpanda1) November 6, 2026
નિતીશ તિવારી દ્વારા નિર્દેશિત `રામાયણ: રાઇઝ ઓફ અ લેજેન્ડ` (Ramayana: Rise of a Legend) માં રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 5 નવેમ્બર, 2026ના રોજ ભારત સાથે વિદેશના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી મોટાભાગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમણે ફિલ્મના ભવ્ય દ્રશ્યો, VFX, ઍક્શન સીન અને કલાકારોના અભિનયના વખાણ કર્યા છે—ખાસ કરીને રાવણની ભૂમિકામાં યશના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે જેનું અંદાજિત બજેટ લગભગ રૂ. ૪,૦૦૦ કરોડ છે. રિલીઝ પહેલાં જ, આ ફિલ્મ તેના વિશાળ બજેટ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સને કારણે ચર્ચાનો વિષય બની છે.
`માતૃભૂમિ` ૨૦ નવેમ્બરે રિલીઝ થશે
સલમાન ખાનની ફિલ્મ `માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઇન પીસ` (Matrubhumi: May War Rest in Peace) — જે મૂળરૂપે `બૅટલ ઓફ ગલવાન` (Battle of Galwan) શીર્ષક હેઠળ વિકસાવવામાં આવી રહી હતી — તે ગલવાન ખીણમાં ૨૦૨૦માં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પર બનેલી છે. આ ફિલ્મમાં સલમાન ખાન ૧૬ બિહાર રૅજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર, કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવશે. ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લખિયાએ કર્યું છે અને તેને `સલમાન ખાન ફિલ્મ્સ` દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. સલમાન ઉપરાંત, આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ, મુકેશ ઋષિ, અંકુર ભાટિયા, ઝૈન શો અને અભિલાષ ચૌધરી જોવા મળશે. વિજય રાજ આ ફિલ્મમાં કથાવાચક (નેરેટર) તરીકે છે. ટ્રેલર લોન્ચ દરમિયાન, ફિલ્મની રિલીઝ તારીખ ૨૦ નવેમ્બર, ૨૦૨૬ જાહેર કરવામાં આવી હતી.
