Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણથી જોઈ ન શકતા હનુમાન અંશના સિંગર સુનીલ લોધીની આંખોનો ઉપચાર શરૂ

બાળપણથી જોઈ ન શકતા હનુમાન અંશના સિંગર સુનીલ લોધીની આંખોનો ઉપચાર શરૂ

Published : 06 November, 2026 07:35 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૈંને તેરે હી ભરોસે હનુમાન, સાગર મેં નૈયા ડાર દઈના ગાયક પર હનુમંતકૃપા

સુનીલે ૪ નવેમ્બરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વિડિયો શૅર કરીને એક ભાવનાત્મક પોસ્ટમાં ભગવાનને તેની દૃષ્ટિ પાછી આવે એવી પ્રાર્થના કરી હતી

સુનીલે ૪ નવેમ્બરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વિડિયો શૅર કરીને એક ભાવનાત્મક પોસ્ટમાં ભગવાનને તેની દૃષ્ટિ પાછી આવે એવી પ્રાર્થના કરી હતી


રેકૉર્ડબ્રેક ફિલ્મ ‘હનુમાન અંશ’ના ફેમસ ગીત ‘મૈંને તેરે હી ભરોસે હનુમાન, સાગર મેં નૈયા ડાર દઈ’નો સિંગર સુનીલ લોધી બાળપણથી જ જોઈ શકતો નથી; પણ હવે તેના જીવનમાં એક નવી આશા જાગી છે, કારણ કે તેની આંખની સારવાર શરૂ થઈ ગઈ છે.

સુનીલે ૪ નવેમ્બરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વિડિયો શૅર કરીને એક ભાવનાત્મક પોસ્ટમાં ભગવાનને તેની દૃષ્ટિ પાછી આવે એવી પ્રાર્થના કરી હતી. તેણે તેના ચાહકોના આશીર્વાદ માગ્યા હતા કે તેની આંખોની દૃષ્ટિ પાછી આવે. તેણે લખ્યું હતું કે ‘ચાહકોની પ્રાર્થનાથી એક નવી આશા જાગી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા જીવનમાં પ્રકાશ આવે અને હું મારી પોતાની આંખોથી આ સુંદર દુનિયાને જોઈ શકું.’



માતા-પિતાની વર્ષોની રાહ પૂરી થાય એવી પ્રાર્થના કરતાં સુનીલે કહ્યું હતું કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ મારી સૌથી મોટી તાકાત છે.


પડકારજનક બાળપણ : ટ્રેનોમાં તાનપૂરો વગાડતો

મધ્ય પ્રદેશના બુંદેલખંડ પ્રદેશના રહેવાસી સુનીલ લોધીનું બાળપણ ખૂબ જ પડકારજનક રહ્યું હતું. દસથી ૧૧ વર્ષની ઉંમરે તેણે તાનપૂરો વગાડવાનું અને સ્થાનિક ટ્રેનો અને ગામડાંઓમાં બુંદેલી લોકગીતો અને ભજનો ગાવાનું શરૂ કર્યું હતું. તેના બુંદેલી ભજન ‘મોરે સંકટ કે કટૈયા’ને યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પેજ ‘બુંદેલી દુનિયા’ પર ૨.૯ કરોડથી વધુ વ્યુઝ મળ્યા હતા. ત્યાર બાદ ફિલ્મનિર્માતા પંકજે સુનીલનો અવાજ સાંભળ્યો હતો. પંકજે તેને ફિલ્મ ‘હનુમાન અંશ’ના ‘મૈંને તેરે હી ભરોસે’ ગીત માટે પસંદ કર્યો અને બાદમાં સુનીલ દેશભરમાં રાતોરાત સેન્સેશન બની ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 07:35 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK