તામિલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર નયનતારાએ પતિ વિગ્નેશ શિવન સાથે જન્મદિવસ દિલ્હીમાં ઊજવ્યો હતો. તેમણે એની જાણકારી ગઈ કાલે આપી હતી.
નયનતારા, વિગ્નેશ શિવન
તામિલ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર નયનતારાએ પતિ વિગ્નેશ શિવન સાથે જન્મદિવસ દિલ્હીમાં ઊજવ્યો હતો. તેમણે એની જાણકારી ગઈ કાલે આપી હતી. દિલ્હીના કનૉટ પ્લેસમાં આવેલી એક જાણીતી રેસ્ટોરાંમાં આ કપલ જમવા ગયું હતું અને ૩૦ મિનિટ સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં કોઈ તેમને ઓળખી શક્યું નહોતું. વિગ્નેશે જે વિડિયો શૅર કર્યો છે એમાં દેખાય છે કે કપલે એકદમ શાંતિથી ભોજન એન્જૉય કર્યું હતું અને આસપાસના લોકોનું ધ્યાન પણ આકર્ષિત થયું નહોતું. આ કપલની આસપાસનાં ટેબલો પર લોકો ભોજન કરી રહ્યા હતા, પણ તેમને કોઈ જોતું પણ નહોતું. આ ક્લિપને જોઈને નયનતારાએ પણ પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે આ સાચું છે અને એકદમ નૉર્મલ છે.


