Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > The Archies:સુહાના, ખુશી અને બિગબીનો દોહિત્ર અગસ્ત્યની ડેબ્યૂ ફિલ્મનું શૂટ શરૂ

The Archies:સુહાના, ખુશી અને બિગબીનો દોહિત્ર અગસ્ત્યની ડેબ્યૂ ફિલ્મનું શૂટ શરૂ

06 December, 2023 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દ આર્ચીઝનું શૂટિંગ આખરે શરૂ થઈ ગઈ છે. આ સમાચાર પ્રૉડ્યૂસર રીમા કાગતીએ સોશિયલ મીડિયા પર શૅર કર્યા.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, જાન્હ્વી કપૂરની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનના દોહિત્રો અગસ્ત્ય નંદા બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. આ ત્રણેય ઝોયા અખ્તરના આગામી નિર્દેશન `ધ આર્ચીઝ` સાથે પોતાની શરૂઆત કરશે, જે લોકપ્રિય કૉમિક સીરીઝ પર આધારિત છે. ફેન્સ સુહાના, ખુશી અને અગસ્ત્યને મોટા પડદે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દ આર્ચીઝનું શૂટિંગ આખરે શરૂ થઈ ગયું છે. આ સમાટાર પ્રૉડ્યૂસર રીમા કાગતીએ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.


રીમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્લૅપબૉર્ડની એક તસવીર શૅર કરી, જેમાં દ આર્ચીઝના પહેલા શૉટનું વિવરણ આપવામાં આવ્યું હતું. ધ્યાન આપવા માટે, ફિલ્મ રીમા અને ઝોયા દ્વારા સાથે નિર્મિત થઈ રહી છે. ફરહાન અખ્તરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ ફરીથી શૅર કરી અને ટીમને શુભેચ્છાઓ આપી. આ વચ્ચે, એવી ચર્ચા છે કે અગસ્ત્ય ફિલ્મમાં આર્ચીઝ એન્ડ્રયૂઝની ભૂમિકા ભજવતો જોવા મળશે, જ્યારે ખુશી અને સુહાના બેટ્ટી અને વેરોનિરા તરીકે દેખાશે.



આર્ચીઝ માટે રીમા કાગતીની પોસ્ટ પર એક નજર:


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Reema Kagti (@reemakagti1)


જણાવવાનું કે, ઝોયાએ ગયા વર્ષે નવેમ્બરમાં આ પ્રૉજેક્ટની જાહેરાત કરી હતી. જો કે, તેમણે અત્યાર સુધી ફિલ્મના કલાકારો વિશે અધિકારિક જાહેરાત કરી નથી. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે શૂટિંગ ઉટી અને આસપાસના હિલ સ્ટેશનોમાં કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK