Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update: ભારતીય ટીમ માટે મોટો પડકાર બનશે ડૅરિલ મિચલ

Sports Update: ભારતીય ટીમ માટે મોટો પડકાર બનશે ડૅરિલ મિચલ

Published : 04 November, 2026 09:03 AM | Modified : 04 November, 2026 09:21 AM | IST | Auckland
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડનો ડૅરિલ મિચલ ભારતમાં જાન્યુઆરીમાં રમાયેલી વન-ડે સિરીઝમાં બે સદી અને ૧ ફિફ્ટીના આધારે ૩૫૨ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ડૅરિલ મિચલે પોતાની વન-ડે કરીઅરની ૯માંથી ૪ સેન્ચુરી ભારત સામે ફટકારી છે.

ઑકલૅન્ડના ઈડન પાર્કમાં લાગ્યું છે ડૅરિલ મિચલનું આ બિલબોર્ડ

ઑકલૅન્ડના ઈડન પાર્કમાં લાગ્યું છે ડૅરિલ મિચલનું આ બિલબોર્ડ


ન્યુ ઝીલૅન્ડનો ડૅરિલ મિચલ ભારતમાં જાન્યુઆરીમાં રમાયેલી વન-ડે સિરીઝમાં બે સદી અને ૧ ફિફ્ટીના આધારે ૩૫૨ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ડૅરિલ મિચલે પોતાની વન-ડે કરીઅરની ૯માંથી ૪ સેન્ચુરી ભારત સામે ફટકારી છે.

ડૅરિલ મિચલનું ફેવરિટ હરીફ ભારત રહ્યું છે. તેણે પોતાની વન-ડે કરીઅરમાં ભારત સામે ૧૩ મૅચમાં સૌથી વધુ ૭૪૧ રન કર્યા છે. ICC વન-ડે બૅટર્સના લિસ્ટમાં ટૉપ ફોરમાં તે ૩ ભારતીયો સાથે નંબર વનની રેસમાં સામેલ છે. આ લિસ્ટમાં શુભમન ગિલ પછી બીજા ક્રમે ડૅરિલ મિચલ, ત્રીજા ક્રમે વિરાટ કોહલી અને ચોથા ક્રમે રોહિત શર્મા છે. કે.એલ. રાહુલ ૧૦ ક્રમે છે.



પ્રૅક્ટિસ-સેશનમાં કૅચ પકડવાના ચક્કરમાં મૅટ હેન્રી સાથે અથડાયેલા બૅટ્સમેન ડેવોન કૉન્વેને માથામાં ઇન્જરી થઈ


ભારત સામેની પહેલી વન-ડે મૅચમાંથી ટૉપ-ઑર્ડર અને વિકેટકીપર-બૅટર ડેવોન કૉન્વે બહાર થઈ ગયો છે. પ્રૅક્ટિસ-સેશનમાં કૅચ પકડવાના પ્રયાસ દરમ્યાન ફાસ્ટ બોલર મૅટ હેન્રી સાથે અથડાયા પછી ડેવોન કૉન્વેને માથામાં ઇન્જરી થઈ હતી. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે નિવેદનમાં કહ્યું, ‘બન્ને પ્લેયર્સને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી હતી. મૅટ હેન્રીની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેવોન કૉન્વેને વધુ તપાસ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.’ મૅટ હેન્રી જાંઘના ભાગે ઇન્જરીને કારણે ભારત સામેની છેલ્લી ત્રણેય T20 મૅચમાંથી બહાર થયો હતો.

લલિત મોદીએ IPL માટે ઑક્ટોબરથી એપ્રિલના સમયગાળાને શ્રેષ્ઠ વિન્ડો ગણાવી


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક ચૅરમૅન લલિત મોદીએ ટુર્નામેન્ટના વર્તમાન સમયગાળા (માર્ચ-મે)ને બદલીને ઑક્ટોબરથી એપ્રિલ વચ્ચેના સમયગાળામાં ખસેડવાનું સૂચન કર્યું છે. લલિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં ICCના ચૅરમૅન જય શાહને પણ આ વિન્ડો પર વિચાર કરવા વિનંતી કરી હતી.લલિત મોદી કહે છે, ‘મેં IPLની કલ્પના એક એવી ઘટના તરીકે કરી હતી જે સતત વિકસતી રહે અને આગળ વધતી જાય, નહીં કે એક જ જગ્યાએ સ્થિર થઈને રહી જાય. હવે શૈક્ષણિક કૅલેન્ડર, વરસાદ અને લોકોના રસને ધ્યાનમાં લઈને આપણે ટુર્નામેન્ટ માટે યોગ્ય સમય પસંદ કરવો પડશે. ટુર્નામેન્ટ માટે ઑક્ટોબર-એપ્રિલનો સમયગાળો બેસ્ટ રહેશે.’

મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આગામી ફુટબૉલ એશિયન કપ વર્ષ  2027 મુલતવી રાખવામાં આવ્યો

સાઉદી અરેબિયામાં તાજેતરના જીવલેણ હુમલાઓને પગલે એશિયન કપ 2027 ફુટબૉલ ટુર્નામેન્ટ લગભગ એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવી છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે મુલતવી રાખવામાં આવેલી આ સૌથી મોટી સ્પોર્ટ્‍સ ઇવેન્ટ છે. એશિયન ફુટબૉલ કન્ફેડરેશન (AFC)એ આ ટુર્નામેન્ટની શરૂઆત માટે આવતા વર્ષની ૭ જાન્યુઆરીને બદલે છેક ૨૩ ડિસેમ્બરની નવી તારીખ આપી છે. ૨૦૨૭ની ૨૩ ડિસેમ્બરથી ૨૦૨૮ની ૨૧ જાન્યુઆરી સુધીની ટુર્નામેન્ટની નવી તારીખને હવે મંજૂરી માટે ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશનને મોકલવામાં આવી છે. અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે સુરક્ષા-ચિંતાઓને કારણે અગાઉ સાઉદી ફૉર્મ્યુલા વન રેસ, મહિલા ટેનિસ સીઝનની અંતિમ ઇવેન્ટ WTA ફાઇનલ્સ, એશિયાની પ્રીમિયર ક્લબ સૉકર ટુર્નામેન્ટ જેવી ટુર્નામેન્ટ પણ સાઉદી અરેબિયાથી બહાર ખસેડવી પડી હતી.

ગોલકીપરનો ઘૂંટણ છાતીમાં વાગતાં જ કાર્ડિઍક અરેસ્ટ, ૩૦ વર્ષના સ્પૅનિશ ફુટબૉલરનો જીવ જતો રહ્યો

સ્પૅનિશ ડોમેસ્ટિક ફુટબૉલર હેસૂન દે મીગેલનું ૩૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. સોમવારે અંડોરા અને ટેનેરિફની ફુટબૉલ ક્લબની બીજા ડિવિઝનની એક મૅચ દરમ્યાન મીગેલ એક દુર્ઘટનાનો શિકાર બન્યો હતો. તેણે ૨૫૭ મૅચોમાં ૭૭ ગોલ કર્યા હતા. આ મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. સ્ટૉપજ ટાઇમમાં અંડોરાના ગોલકીપર સાથે ટેનેરિફના સ્ટ્રાઇકર મીગેલની જોરદાર ટક્કર થઈ હતી. ગોલકીપરનો ઘૂંટણ વાગવાથી સ્ટ્રાઇકરની છાતીમાં દુખાવો શરૂ થયો હતો. કાર્ડિઍક અરેસ્ટની જાણ થતાં જ તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. ICUમાં અચાનક સ્થિતિ બગડતાં તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 09:21 AM IST | Auckland | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK