Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મેક ઇન ઇન્ડિયાની મોટી છલાંગ: દેશની સૌપ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન B28એ સુરક્ષા-ટેસ્ટ પાસ કરી

મેક ઇન ઇન્ડિયાની મોટી છલાંગ: દેશની સૌપ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન B28એ સુરક્ષા-ટેસ્ટ પાસ કરી

Published : 04 November, 2026 07:47 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની સ્વનિર્ભરતાના પ્રતીક સમાન સૌપ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન B28નું સપનું હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતની સ્વનિર્ભરતાના પ્રતીક સમાન સૌપ્રથમ સ્વદેશી હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન B28નું સપનું હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે. ભારતીય રેલવેના જણાવ્યા મુજબ બૅન્ગલોરસ્થિત ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ના નિર્માણ એકમમાં આ ટ્રેને સ્ક્વિઝ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરીને સુરક્ષા-મૂલ્યાંકનનો મહત્ત્વનો તબક્કો પાર કર્યો હતો. આ ટેસ્ટ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ અકસ્માત સમયે ટ્રેનનું માળખું ભારે દબાણ સહન કરીને મુસાફરોને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરી શકશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કૉરિડોર પર મે-જૂન ૨૦૨૭માં ૧૦૦ કિલોમીટર લાંબા સુરત-વાપી ખંડમાં આ ટ્રેનની ટ્રાયલ-રન શરૂ થશે અને ઑગસ્ટ ૨૦૨૭થી કમર્શિયલ સર્વિસ શરૂ થવાની આશા છે. સમગ્ર ૫૦૮ કિલોમીટરનો કૉરિડોર ડિસેમ્બર ૨૦૩૦ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકના ટેસ્ટિંગ અને ૨૪૯ કિલોમીટર પ્રતિ કલાકની ઑપરેટિંગ સ્પીડ ધરાવતી આ ટ્રેન મુંબઈથી અમદાવાદનો પ્રવાસ માત્ર એક કલાક ૫૮ મિનિટમાં પૂરો કરશે, જેનાથી મુસાફરોના ૪.૩૦ કલાક બચશે.
૮ કોચવાળી આ ટ્રેનમાં ૫૫૭ મુસાફરો બેસી શકશે. મુસાફરોની સુવિધા માટે એમાં ડ્યુઅલ હીટિંગ, વેન્ટિલેશન ઍન્ડ ઍર-કન્ડિશનિંગ (HVAC) સિસ્ટમ, બાયો-ડાયજેસ્ટર ટૉઇલેટ, દરેક સીટ પાસે ચાર્જિંગ સૉકેટ અને સીલ્ડ ગૅન્ગવે સામેલ છે. સાથે જ વાઇ-ફાઇ આધારિત પૅસેન્જર ઇન્ફોટેનમેન્ટ, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે (LCD) અને બ્રેઇલ લિપિ સહિતની લેટેસ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 07:47 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK