Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિલ્પા શેટ્ટીની અતરંગી હેરસ્ટાઈલ જોઈ તમે પણ ચોંકી જશો, ચાહકોએ કરી આવી કોમેન્ટ, જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટીની અતરંગી હેરસ્ટાઈલ જોઈ તમે પણ ચોંકી જશો, ચાહકોએ કરી આવી કોમેન્ટ, જુઓ વીડિયો

18 October, 2021 03:37 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શિલ્પાએ આ વખતે શેર કરેલા તેના વર્કઆઉટ સેશનનો વીડિયો એકદમ રસપ્રદ છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી


બૉલિવૂડ સેલેબ્સ અવાર નવાર પોતાના અતરંગી સ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતા હોય છે. શિલ્પા શેટ્ટીએ પણ પોતાની અતરંગી સ્ટાઈલનો એક ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. દરરોજ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તેના વર્કઆઉટ વીડિયો શેર કરે છે. શિલ્પાએ આ વખતે શેર કરેલા તેના વર્કઆઉટ સેશનનો વીડિયો એકદમ રસપ્રદ છે. આ વીડિયોમાં તે જીમમાં કસરત કરતી જોવા મળી રહી છે. વીડિયોની શરૂઆતમાં શિલ્પા શેટ્ટી પાછળના ભાગમાંથી તેના વાળ બાંધતી દેખાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટીને તેના માથાના પાછળના ભાગમાં નીચેના ભાગમાં વાળ કપાવ્યાં છે, જે હેરસ્ટાઈલ  થોડી અનોખી લાગે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)




શિલ્પા શેટ્ટીની આ અનોખી હેરસ્ટાઇલ એકદમ અલગ છે, જેને જોયા બાદ ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેણીએ આ હેરસ્ટાઇલને અન્ડરકટ બઝ કટ નામ આપ્યું છે. તેના મતે આ હેરસ્ટાઇલ તેને જીવંત લાગે છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને ખૂબ જ મસ્તી સાથે વર્કઆઉટ કરી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ જ્યારે કેટલાક લોકો શિલ્પાની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. લોકો કોમેન્ટ બોક્સમાં શિલ્પાની આ નવી હેરસ્ટાઇલની મજાક ઉડાવતા જોવા મળે છે.

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું છે કે, `આઘાત લાગ્યો હોય એવું લાગે છે`, તો એકે લખ્યું, `તે સારું નથી લાગતું`. જ્યારે કેટલાક યુઝર્સ અભિનેત્રીને રાજ કુન્દ્રા વિશે પૂછતા પણ જોવા મળ્યા હતા. શિલ્પા શેટ્ટીની આ વીડિયો પોસ્ટને બૉલિવૂડ સેલેબ્સ પણ પસંદ કરી રહ્યા છે. 


નોંધનીય છે કે પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનું નામ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જેને લઈ શિલ્પા શેટ્ટી પણ ખુબ જ ચર્ચામાં હતી. 

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2021 03:37 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK