સાઉથનો વિજય, સલમાન, અમિતાભ અને વિરાટ કોહલી ટૉપ ફાઇવમાં
શાહરુખ ખાન
અમેરિકન ગ્લોબલ બિઝનેસ મૅગેઝિન ‘ફૉર્ચ્યુન’ની ઇન્ડિયન આવૃત્તિએ ૨૦૨૩-’૨૪ના વર્ષ માટે કઈ સેલિબ્રિટીઝે સૌથી વધુ ટૅક્સ ભર્યો છે એની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં બૉલીવુડના કિંગ ખાને બાજી મારી છે. શાહરુખ ખાન ૯૨ કરોડ રૂપિયાના ટૅક્સ સાથે યાદીમાં નંબર વન છે. એ પછી સાઉથ ઇન્ડિયન ઍક્ટર વિજય ૮૦ કરોડ ટૅક્સ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે સલમાન ખાન છે જેણે ૭૫ કરોડ રૂપિયા ટૅક્સ ભર્યો છે અને અમિતાભ બચ્ચન ૭૧ કરોડ રૂપિયાના ટૅક્સ સાથે ચોથા નંબરે છે. સ્પોર્ટ્સ પર્સનાલિટીમાં સૌથી વધુ ટૅક્સ ભરનાર સેલિબ્રિટી છે વિરાટ કોહલી. ઓવરઑલ સેલેબ લિસ્ટમાં ૬૬ કરોડ રૂપિયાના ટૅક્સ સાથે તેનો નંબર પાંચમો છે.
હાઇએસ્ટ ટૅક્સ ભરનારાઓની યાદીમાં ૬થી ૧૦ નંબરે આ સેલેબ્સ છે
ADVERTISEMENT
૬. અજય દેવગન : ૪૨ કરોડ રૂપિયા
૭. મહેન્દ્ર સિંહ ધોની : ૩૮ કરોડ રૂપિયા
૮. રણબીર કપૂર : ૩૬ કરોડ રૂપિયા
૯. સચિન તેન્ડુલકર અને હૃતિક રોશન : ૨૮ કરોડ રૂપિયા
૧૦. કપિલ શર્મા : ૨૬ કરોડ રૂપિયા
લિસ્ટમાંથી અક્ષયકુમાર ગાયબ
‘ફૉર્ચ્યુન’ ઇન્ડિયાની હાઇએસ્ટ ટૅક્સ પેયર સેલિબ્રિટીઝની યાદીમાંથી ખિલાડી ઍક્ટર અક્ષય કુમાર ગાયબ થઈ ગયો છે. ટૉપ ૧૫ની યાદીમાં અક્ષય નથી. ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ૨૩ કરોડ સાથે ૧૧મા નંબરે છે; જ્યારે શાહિદ કપૂર, મોહનલાલ, અલ્લુ અર્જુન ૧૪ કરોડના ટૅક્સ સાથે ૧૩મા નંબરે છે. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૧૩ કરોડના ટૅક્સ સાથે ૧૪મા નંબરે છે.